અંકલેશ્વર
અંકલેશ્વરના કોસમડી ગામમાં ૨૪ વર્ષીય યુવક પુષ્પરાજ પ્રજાપતિ રહેતો હતો. પુષ્પરાજને બે મહિના પહેલાં જ એમપીની એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો, જેથી એ યુવતી તેનાં માતા-પિતાને છોડીને પુષ્પરાજ સાથે અંકલેશ્વરના કોસમડી ગામમાં તેની સહમતીથી રહેવા આવી ગઈ હતી. જાેકે બંને કોઈ અણગમ્ય કારણસર રાત્રિના નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવા પહોંચ્યાં હતાં. આ સમય દરમિયાન પ્રેમી પુષ્પરાજે તેની પ્રેમિકાની સામે જ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી. આ સમયે પ્રેમીને નર્મદામાં ગરકાવ થતાં જાેઈને ગભરાઈ ગયેલી યુવતીએ જાેર જાેરથી બચાવો બચાવોની બૂમો પાડવા લાગી હતી. યુવતીનું જાેરજાેરથી અવાજ સાંભળી આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા લોકો એકત્ર થઈ ગયા હતા. ઘટનાસ્થળે આવી પહોંચેલા સ્થાનિકોએ બનાવ અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી હતી. પોલીસે તપાસ હાથ ધરી યુવતી પાસેથી ઘટના અંગેની માહિતી સંભાળી પોલીસ મથકે મોકલી આપી હતી. ત્યાર બાદ પોલીસે સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને બોલાવી યુવકને શોધવાની કવાયાત હાથ ધરી હતી. ૨૬મી સપ્ટેમ્બરના રોજ પણ નર્મદા મૈયા બ્રિજ પરથી નર્મદા નદીમાં એક યુવતીએ અગમ્ય કારણસર મોતની છલાંગ લગાવી હતી. જાેકે નર્મદા નદીમાં ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે આ યુવતી વહેતા પાણીમાં તણાવા લાગી હતી. આ સમયે ત્યાં હાજર નાવિકોએ તાત્કાલિક તેને તણાતી બચાવી લઈને બહાર કાઢીને ૧૦૮ મારફત સારવાર કરવા હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યારે અન્ય એક કિસ્સામાં ઝગડિયા તાલુકાના ઉમલ્લા ગામના ૫૫ વર્ષીય ઈસમ ઘરેથી ગુસ્સામાં નીકળ્યા બાદ એક્ટિવા મૂકીને સરદાર બ્રિજ પરથી નર્મદામાં ઝંપલાવ્યું હતું, જેમનો મોડી સાંજે પરત ના ફરતાં અંતે પરિવાર શોધખોળ કરતાં નર્મદા નદીમાંથી તેમનો મૃતદેહ મળ્યો હતો.


