National

૨૨૦ તીરંદાજીના ખેલાડીઓ વિજેતા બનાવનાર ગુરુ પ્રતાપસિંહ પસાયા ગુરુ પ્રતાપસિંહ પસાયાએ તૈયાર કરેલ ૨૨૦ તીરંદાજીઓ વિજેતા બન્યા અને સરકારી નોકરી પણ મળી

દેવગઢ
રાજવી સમયથી જયદિપસિંહ રમત પ્રશિક્ષણ કેન્દ્રની બોલબાલા રહી છે. રમતગમતનું મક્કા કહેવાતા દેવગઢબારિયા પંથકમાંથી અનેક રામતવીરોએ પોતાનું કાઠું કાઢ્યું છે. એમાંય આદિવાસી વિસ્તારના પ્રખ્યાત એવા તીરકામઠાના કૌશલને મેદાન પર ફતેહ કરી બતાવ્યું છે. આર્ચરી કોચ પ્રતાપસિંહ પસાયાએ એમની કારકિર્દીની શરુઆત અહીથી થઈ છે. અત્યારસુધીમાં તેમના માર્ગદર્શનમાં ૫૩૦ તીરંદાજાે મેદાને પડ્યા છે. તે પૈકી ૨૧૦ મેડલ વિનર બન્યા છે. તાજેતરમાં જ પ્રેમીલા બારીઆ (આંતરરાષ્ટ્રીય સ્તરે -ગોલ્ડ મેડલ, રહે.ઘોઘંબા), કરણભાઈ ભુરિયા (રહે.ખલતા) અને પંકજકુમાર રાવત (મોટીખજુરી) ને રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ મેળવેલ જેથી ખાસ કિસ્સામાં પોસ્ટ વિભાગમાં નોકરી મળેલ છે. જ્યારે ૨૨૦ જેટલા તીરંદાજાેએ અલગ અલગ ક્ષેત્રોમાં કોચ પ્રતાપસિંહ પસાયાના પ્રયત્નોથી સરકારી નોકરી મેળવી છે. આદિવાસી ધરતીના ધનુર્ધર એવા પ્રતાપસિંહ પસાયાએ માટીમાંથી કંચન કાઢીને આર્ચરી રમતમાં મેડલોની વણજાર ધરીને દાહોદ જિલ્લાને સોનેથી શણગાર્યો છે. બારિયા રમત ગમત સંકુલ ખાતે આર્ચરી કોચ તરીકે મારી નિયુક્તિ થઇ હતી. બાદ આર્ચરી દાહોદ જિલ્લાની અમારી પરંપરાગત કળા છે. જેથી રમતવીરોને તૈયાર કરી તેઓ વિવિધ ક્ષેત્રે આગળ વધે છે. સરકાર રમતવિરોને પ્રોત્સાહન આપે છે. આર્ચરી રમતમાં અમારા કોચ દ્વારા અમોને તાલીમ આપવાથી અને ગુજરાત સરકાર અને ભારત સરકારના પ્રોત્સાહનથી અમોને ભારત ડાક વિભાગમાં સરકારી નોકરી મળેલ છે. અમો અમારા કોચ અને સરકારનો ખુબ આભાર માનિયે છે. દેવગઢ બારિયામાં જયદીપસિંહજી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સ્પોર્ટ્‌સ ઓથોરિટી ઓફ ગુજરાતનું એકમાત્ર તીરંદાજી રમતનું રાષ્ટ્રીય સ્તરનું સેન્ટર છે. અહીથી આદિવાસી રમતવીરોની તીરકામઠાની રમત રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય લેવલ પર પાંગરી છે, એના દ્રોણાચાર્ય છે પ્રતાપસિંહ પસાયા. આ એ જ ધનુર્ધર ગુરુ છે જેમણે આર્ચરી રમતમાં ૨૧૦ મેડલ વિજેતા ખેલાડીઓ આપીને દાહોદ જિલ્લાનું નામ રોશન કર્યું છે. તેમના હાથે પ્રશિક્ષણ મેળવેલ ૨૨૦ રમતવીરો આજે સરકારી નોકરી કરે છે. આદિવાસી પટ્ટામાં પ્રતાપસિંહ પસાયા સાચે જ ગુરુ દ્રોણ તરીકે જાણીતા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *