National

આપના ગોવાના સીએમ પદના ઉમેદવાર અમિત પાલેકર

ગોવા
આમ આદમી પાર્ટીએ પંજાબ બાદ ગોવામાં વિધાનસભા ચૂંટણી માટે સીએમ ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ ગોવામાં આ જવાબદારી અમિત પાલેકરને આપી છે. દિલ્હીના મુખ્યમંત્રી અને પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે આ જાહેરાત કરી છે. અમિત વ્યવસાયે વકીલ છે, પરંતુ સામાજિક કાર્યોમાં ખૂબ સક્રિય રહે છે. આ જ કારણ છે કે ગોવામાં લોકો તેને પસંદ કરે છે. તે જરૂરિયાતમંદ લોકોને મદદ કરતા રહે છે. આ સિવાય તેઓ ભ્રષ્ટાચારને લઈને પણ અનેકવાર અવાજ ઉઠાવી ચૂક્યા છે. ભંડારી સમાજના સીએમ આપીને આપે ખેલ્યો મોટો દાવ. અમિત પાલેકર વ્યવસાયે વકીલ. ગોવામાં ૩૫% ભંડારી સમુદાયની વોટ બેંક પર દાવ લગાવ્યો. અમિત પાલેકર વ્યવસાયે વકીલ છે, સમાજ સેવામાં સક્રિય છેગોવા એ પાંચ રાજ્યોમાંનું એક છે જેની વિધાનસભા ચૂંટણીના પરિણામો ૧૦ માર્ચે જાહેર થવાના છે. ગોવામાં આમ આદમી પાર્ટીએ અમિત પાલેકરને મુખ્યમંત્રીનો ચહેરો બનાવ્યો છે. તેમનું નામ યાદીમાં સૌથી મોખરે ચાલી રહ્યું હતું. છછઁએ પહેલા જ કહ્યું હતું કે તેમનો ઝ્રસ્ પદનો ચહેરો ભંડારી સમાજનો હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *