Chhattisgarh

છત્તીસગઢના બેમેતરામાં હિંસક ઘટના અને એક યુવકની હત્યાના વિરોધમાં છત્તીસગઢ બંધ

રાયપુર
છત્તીસગઢના બેમેતરામાં હિંસક ઘટના અને એક યુવકની હત્યાના વિરોધમાં આજે છત્તીસગઢ બંધ રાખવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું આ દરમિયાન વીએચપી અને ભાજપના કાર્યકરો કવર્ધા-બેમેતરા પાસે રસ્તા પર ઉતરી આવ્યા હતાં અને દુકાનો બંધ કરાવી હતી આ ઉપરાંત દેખાવકારોએ રાયપુરના ભાટાગાંમ બસ સ્ટેન્ડ પર બસો અટકાવી દીધી હતી અને કેટલીક બસો પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો જેના કારણે બસના કાચ તૂટ્યા હતા. જાેકે કોઈને ઈજા થઈ હોવાના અહેવાલો નથી. રાયપુરની શાળાએ પહોંચ્યા બાદ ઘણી શાળાઓમાં રજા જાહેર કરીને બાળકો અને સ્ટાફને ઘરે મોકલી દેવામાં આવ્યો હતાં રાયપુર પોલીસે સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. સવારના ૫ વાગ્યાથી જ પ્રદર્શનકારીઓ બજાર બંધ કરાવવા માટે નીકળી પડ્યા હતા. સાહુ સમાજે આ બંધને સમર્થન આપ્યું હતું કારણ કે બેમેતરાની હિંસક ઘટનામાં માર્યા ગયેલા યુવક સાહુ સમાજનો હતો.સુત્રોના જણાવ્યા અનુસાર બેમેતરામાં વિહિપ,બજરંગ દળ, ભાજપના કાર્યકરોએ રેલી કાઢી તમામ દુકાનો બંધ કરાવી હતી. બિરાનપુર ગામ તરફ જતા તમામ રસ્તાઓ ૧૦ કિમી અગાઉથી બંધ કરી કરી દીધો હતો રાયપુરના શંકર નગર, માલવિયા રોડ, ગોલ બજાર જેવા વિસ્તારોમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના લોકો દુકાનો બંધ કરાવવા બાઇક પર નીકળી પડ્યા હતાં રાજધાની રાયપુરમાં સવારથી બજાર બંધ રહેવા પામી હતી જાે કે મનેન્દ્રગઢમાં છત્તીસગઢ બંધને સમર્થન મળ્યું ન હતું અને બજારમાં તમામ પ્રકારની દુકાનો ખુલ્લી રહી હતી પોલીસે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જાે કે કાંકેર, ભાનુપ્રતાપપુર, અંતાગઢ, પખંજુર સહિત સમગ્ર જિલ્લામાં બંધની અસર જાેવા મળી હતી. તમામ હિંદુ સંગઠનોના કાર્યકરો સવારથી જ દુકાનો બંધ કરાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે બિલાસપુરમાં બંધની અસર દેખાઈ ન હતી અને શહેરમાં તમામ શાળા, કોલેજાે અને પેટ્રોલ પંપ ખુલ્લા રહ્યાં હતાં અને મોટાભાગની દુકાનો પણ ખુલ્લી રહી હતી રાયપુરના મોટાભાગના પેટ્રોલ પંપ બંધ રાખવામાં આવ્યા છે. જાે કે બીજેપી નેતા પુરંદર મિશ્રાનો પેટ્રોલ પંપ ખુલ્લો જાેવા મળતા ભાજપના કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી હતી છત્તીસગઢ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ અરુણ સાઓ બપોરે ૧૨.૩૦ વાગ્યે બેમેતરા ગયા હતાં અને પીડિત પરિવારને મળ્યા હતાં પોલીસ દ્વારા પોલીસની ટીમો પેટ્રોલિંગ કરી હતી અને કેટલીક જગ્યાએ તહેનાત કરવામાં આવી હતી જાે કોઈપણ નાગરિકને કોઈ સમસ્યા હોય તો સ્થાનિક સ્ટેશન ઈન્ચાર્જ અથવા જિલ્લા કંટ્રોલ રૂમ (૯૪૭૯૧૯૧૦૯૯)નો સંપર્ક કરવા માટે જણાવાયું હતું. બિરનપુરમાં શાહુ સમાજની વસ્તી વધુ છે, જેથી જિલ્લાભરમાંથી શાહુ સમાજના હોદ્દેદારો ગામમાં પહોંચી ગયા છે. અને સાહુ સમાજમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. ખરેખરમાં થોડા દિવસો પહેલા બિરનપુર ગામમાં સાહુ સમાજ દ્વારા અન્ય સમાજમાં લગ્ન ન કરવા માટે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારપછી આ ગામમાં સતત તણાવ રહ્યો હતો અને અંતે તે તણાવ લોહિયાળ સંઘર્ષમાં ફેરવાઈ ગયો હતો. છત્તીસગઢ રાજ્યની વેપારી સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સે આ બંધને સીધું સમર્થન આપ્યું નથી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રદેશ પ્રમુખ અમર પરવાણીએ જણાવ્યું હતું કે બેમેતરાની ઘટના અંગે અમે દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરીએ છીએ. બસ્તરમાં રાયપુર-જગદલપુર નેશનલ હાઈવે ૩૦ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો બેમેતરામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને સર્વ હિન્દુ સમાજના હોદ્દેદારોએ રેલી કાઢી હતી. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના લોકો શંકર નગર, માલવિયા રોડ, ગોલ બજારમાં દુકાનો બંધ કરાવવા બાઇક રેલી યોજી હતી.બેમેતરામાં બનેલી ઘટનાના વિરોધમાં સિમગા સંપૂર્ણ બંધ રહ્યું હતું માત્ર દૂધ અને દવાની દુકાનો ખુલ્લી રહી હતી. એ યાદ રહે કે બે દિવસ પહેલા એટલે કે શનિવારે બેમેતરાના બિરનપુર ગામમાં બે શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે રસ્તા પર સાયકલ ચલાવતી વખતે સાઈડ કાપવાને લઈને ઝઘડો થયો હતો. આ દરમિયાન એક યુવકે વિદ્યાર્થીના હાથ પર કાચની બોટલ મારી દીધી હતી. જેના કારણે તેના હાથમાં ફ્રેક્ચર થયું હતું. જ્યારે ઘટનાની જાણ વિદ્યાર્થીઓના ઘરે ખબર પડી ત્યારે બંને પક્ષના લોકો વચ્ચે મારામારી થઈ હતી. આ દરમિયાન સામા પક્ષે આવેલા લોકોએ તલવાર વડે ૨૨ વર્ષીય ભુનેશ્વર સાહુની હત્યા કરી દીધી હતી. સમગ્ર કેસમાં પોલીસે ૧૧ આરોપીઓની ધરપકડ કરી હતી. જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ છે. તણાવપૂર્ણ પરિસ્થિતિને જાેતા બિરનપુર ગામમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ કેસમાં પકડાયેલા આરોપીઓના નામ નિઝામુદ્દીન ખાન, રશિદ ખાન, મુખ્તાર ખાન, અકબર ખાન, અબ્દુલ ખાન, નવાબ ખાન, અયુબ ખાન, શફીક મોહમ્મદ, બશીર ખાન, જલીલ ખાન અને જનાબ ખાન.છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *