Delhi

અમદાવાદમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનું પરંપરાગત રીતે કર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું

નવીદિલ્હી
લખનઉ ટ્રેકની મુશ્કેલ સીરીઝમાં જીત બાદ હાર્દિક પાંડ્યાની ટીમ ઇન્ડિયા બુધવારે રમાનારી મેચ અમદાવાદ આવી પહોંચી છે. રવિવારે બીજી ગેમ લો-સ્કોરિંગ મેચ હતી. તેમ છતાં તે નેઇલ-બિટર સાબિત થઈ હતી. શરુઆતમાં ૧૦૦ રનનો પીછો કરવો આસાન લાગતો હતો. પરંતુ જ્યારે ન્યુઝીલેન્ડના સ્પિનરોએ બરાબરની ટક્કર આપી ત્યારે મેચ જીતવી મુશ્કેલ લાગી રહી હતી. જાેકે, કેપ્ટન હાર્દિક પાંડ્યા અને વાઈસ કેપ્ટન સૂર્યકુમાર યાદવ વચ્ચેની મેચ વિનિંગ સ્ટેન્ડે યજમાન ટીમને સુરક્ષિત રાખી હતી. સોમવારે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સીરિઝની અંતિમ મેચ માટે અમદાવાદ આવી પહોંચી હતી. આ ટીમના સભ્યોનું હોટલમાં પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઇશાન કિશને પૃથ્વી શોની કેપ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે આવું ન કરી શક્યો, કારણ કે બાદમાં હોટલના સ્ટાફ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ત્યારે તેણે ઇશાનને રોકી દીધો હતો. બીસીસીઆઈએ તેમના અમદાવાદમાં હોટેલમાં આગમનનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને લખ્યું હતું કે, ‘હેલો અમદાવાદ. અમે અહીં ઈંૈંદ્ગડ્ઢદૃદ્ગઢ સીરીઝની ત્રીજી અને અંતિમ ટી-૨૦ માટે આવ્યા છીએ.’ જાેકે ભારતે બીજી ટી-૨૦માં ન્યુઝીલેન્ડ સામે છ વિકેટે વિજય નોંધાવ્યો હતો. પરંતુ કેપ્ટન હાર્દિક પાંડ્યાએ અહીં ‘સ્પિન- ડોમીનેટિંગ’ પીચની ફરીયાદ કરતાં તેને વિકેટમાં ઝટકો આપતી હોવાનું અને ટી-૨૦ ક્રિકેટ માટે યોગ્ય ન હોવાનું જણાવ્યું હતું. ભારતીય બોલર્સ – અર્શદીપ સિંહ (૨-૭), યુઝવેન્દ્ર ચહલ (૧-૪), કુલદીપ યાદવ (૧-૧૭), દીપક હૂડા (૧-૧૭), વોશિંગ્ટન સુંદર (૧-૧૭) અને હાર્દિક પાંડ્યા (૧-૨૫)એ શાનદાર પ્રદર્શન કરીને ન્યુઝીલેન્ડને ૨૦ ઓવરમાં ૯૯/૮ સુધી સિમિત રાખ્યું હતું. પડકારજનક પીચ પર નાના સ્કોરનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા પણ ૧૦.૪ ઓવરમાં ૫૦/૩ના સ્કોર પર સમેટાયા બાદ મુશ્કેલીમાં મુકાઈ હતી. પરંતુ સૂર્યકુમાર યાદવે ફરી એક વખત તેનો ક્લાસ બતાવ્યો હતો. યાદવે નિર્ણાયક ઇનિંગ (૩૧ બોલમાં અણનમ ૨૬ રન) રમી હતી, વોશિંગ્ટન સુંદર (૧૦) અને હાર્દિક પાંડ્યા (અણનમ ૧૫)સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી અને આખરે છેલ્લી ઓવરમાં ભારત માટે વિજયી બાઉન્ડ્રી ફટકારી હતી. મેચ પછીના પ્રેઝન્ટેશનમાં હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે, “સાચું કહું તો તે આંચકો આપનાર પીચ હતી. અમે અત્યાર સુધીમાં જે બંને રમતો રમી છે. મને મુશ્કેલ વિકેટોથી કોઈ ફરક નથી પડતો. હું તેના માટે તૈયાર છું, પરંતુ આ બંને વિકેટ ટી-૨૦ માટે નથી બની. ક્યાંક ને ક્યાંક ક્યુરેટર્સ અથવા અમે જે મેદાનોમાં રમવા જઈ રહ્યા છીએ, તેઓએ ખાતરી કરવી જાેઈએ કે તેઓ પીચ વહેલી તૈયાર કરે.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *