નવીદિલ્હી
બિગ બોસ ૧૬ના વિજેતાનું નામ જાહેર થઇ ગયુ છે. રેપર એમસી સ્ટેને શો જીતી લીધો છે. એમસીનાં ફેન્સે તેને બિગ બોસ ૧૬નો વિજેતા બનાવ્યો છે. સલમાન ખાને વિજેતા રેપરને શુભકામનાઓ આપી અને ઇનામમાં ૩૧ લાખ રૂપિયા મળ્યા. આ સાથે એમસીને એક જાેરદાર ગાડી પણ મળી છે. બિગ બોસ ૧૬ના વિજેતાની ઘોષણા પહેલા ચાહકો અનુમાન લગાવી રહ્યા હતા કે, સિઝન ૧૬ના વિજેતા પ્રિયંકા, શાલીન ભનોટ, ચહર ચૌધરી, એમસી સ્ટેન શિવ ઠાકરે અને અર્ચના ગૌતમમાંથી કોઇ એક હોઇ શકે છે. આ તમામ લોકો શોના ફિનાલે સુધી પહોંચવામાં સફળ થયા છે. આ પાંચેય સ્પર્ધકો વચ્ચે ગળાકાપ સ્પર્ધા હતી. ૧૨ ફેબ્રુઆરીની રાત્રે, વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. ‘બિગ બોસ ૧૬’ના વિજેતાને ગોલ્ડ યુનિકોર્નની ડિઝાઇનમાં ચમકદાર ટ્રોફી આપવામાં આવી છે. અગાઉ ઈનામની રકમ ૫૦ લાખથી ઘટાડીને શૂન્ય કરવામાં આવી હતી. હવે વિજેતાને ૩૧ લાખ ૮૦ હજાર રૂપિયા મળશે. આ સાથે વિજેતાને ગ્રાન્ડ ૈ૧૦ કાર પણ મળશે. બિગ બોસ ૧૬ શો ગયા વર્ષે ઑક્ટોબરમાં શરૂ થયો હતો. જેમાં ૧૫ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં અબ્દુ રોજિક, ટીના દત્તા, એમસી સ્ટેન, સૌંદર્ય શર્મા, સાજિદ ખાન, શ્રીજીતા ડે, સુમ્બુલ ટૌકીર, નિમૃત કૌર આહલુવાલિયા, માન્યા સિંહ કે. , કેટલાક અન્ય સ્પર્ધકો પણ હતા. આ વખતે શો ખાસ્સો લોકપ્રિય રહ્યો હતો. આ વખતે પણ સલમાન ખાન ફિનાલે હોસ્ટ કરશે. આ પહેલા બીમારીના કારણે તે થોડા સમય માટે હાજરી આપી શક્યો ન હતો.
