નવીદિલ્હી
ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૩માં અત્યાર સુધી તમામ ૧૦ ટીમોએ પોતાની ૧૦ મેચ રમી લીધી છે. જેમાં સૌથી વઘારે ૧૨ મેચ ચેન્નાઈ સુપરકિંગ્સે જ્યારે મોટાભાગની ટીમોએ ૧૧ મેચ રમી છે. કમાલની વાત એ છે કે ૭ ટીમો ૧૬ પોઈન્ટ મેળવે તેવી આશા છે. જાેકે, તમામ ટીમ સાથે આમ નહીં થાય કેમ કે તેમણે અંદર-અંદર મેચ રમવાની છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે આ સિઝનમાં ગજબના ઉતાર-ચઢાવ જાેવા મળી રહ્યા છે. શરુઆતની મેચોમાં હાર મેળવ્યા બાદ હવે મુંબઈ સહિતની ટીમો કમાલનું કમબેક કરી રહી છે. એટલે કે હવે કોઈ પણ ટીમ પ્લેઓફમાં પહોંચી શકે છે અને તેના માટે અંતિમ મેચોમાં બેસ્ટ પરફોર્મન્સ કરવું પડશે. ૈંઁન્ની ૧૬મી સિઝનમાં કઈ એ ચાર ટીમો હશે જે ગ્રુપ સ્ટેજમાંથી નીકળીને પ્લેઓફમાં જગ્યા બનાવી શકશે તે કહેવું મુશ્કેલ છે. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમની રમત કમાલની રહી છે. બન્ને ટીમોની જગ્યા લગભગ પાક્કી માનવામાં આવી રહી છે. જાેકે, આમ છતાં કહેવું મુશ્કેલ છે. ગુજરાત પાસે હાલ ૧૬ પોઈન્ટ છે અને તે ટોપ પર છે જ્યારે ચેન્નાઈ ૧૫ પોઈન્ટ્સ સાથે બીજા નંબર પર છે. આ સમયે પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ચેન્નાઈએ સૌથી વધુ ૧૨ મેચ રમી છે અને ૧૫ પોઈન્ટ સાથે તે બીજા નંબર પર છે. આ સિવાય સનરાઈઝર્સ હૈદરાબાદ ૧૦ મેચ રમીને ૯મા સ્થાન પર છે. બન્ને ટીમોને છોડીને બાકીની તમામ ટીમોએ ૧૧-૧૧ મેચ રમી છે. જેમાં મુંબઈ ૧૨ પોઈન્ટ સાથે ત્રીજા નબર પર છે, તો લખનૌ ૧૧ પોઈન્ટ સાથે ચોથા નંબર પર છે. રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટરાઈડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ ૧૧-૧૧ મેચમાં ૧૦ પોઈન્ટ મેળવ્યા છે. બીજી તરફ ગુજરાતની ટીમ ૧૬ અંક મેળવ્યા છે. સનરાઈઝર્સ હૈદરાબાદની ૪ મેચ બાકી છે, જાે તે ચારે મેચ જીતી જાય તો તેના ૧૬ પોઈન્ટ થઈ શકે છે. મુંબઈ એક મેચ જીતીને બાકી હારી જાય તો ૧૬ પોઈન્ટવાળી ૭મી ટીમ બની શકે છે. આ સિઝનમાં જે ટીમે સૌથી વધારે નિરાશ કર્યા હોય તો તે દિલ્હી કેપિટલ્સ છે. ૧૧ મેચમાંથી તે માત્ર ૪ જ જીતી શક્યું છે. એવામાં હવે ૩ મેચ દિલ્હી જીતી પણ જાય તો ૧૪ પોઈન્ટ થઈ શકે છે. ટીમની નેટ રનરેટ પણ બહુ જ ખરાબ છે, જ્યારે ચેન્નાઈ સામે બુધવારે થયેલી તેની હારના કારણે સફરનો અંત માનવામાં આવી રહ્યો છે.


