નવીદિલ્હી
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક જીમ્ૈંએ સરકારને ૫૭૪૦ કરોડ રૂપિયાનો ચેક આપ્યો છે. આ ચેક નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે ડિવિડન્ડની આવક તરીકે આપવામાં આવ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા અત્યાર સુધીના કોઈપણ નાણાકીય વર્ષમાં આ સૌથી વધુ ડિવિડન્ડ ચૂકવવામાં આવ્યું છે. દેશની સૌથી મોટી બેંકના ચેરમેન દિનેશ કુમાર ખારાએ શુક્રવારે નાણામંત્રી ર્નિમલા સીતારમણને ડિવિડન્ડનો ચેક સોંપ્યો. આ પ્રસંગે નાણાકીય સેવા સચિવ વિવેક જાેષી પણ હાજર હતા. નાણા મંત્રાલય વતી ટ્વીટ કરીને આ ડિવિડન્ડ ચેકની માહિતી આપવામાં આવી હતી. આ ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે, નાણામંત્રીને જીમ્ૈં તરફથી ૫૭૪૦ કરોડ રૂપિયાનો ડિવિડન્ડ ચેક મળ્યો, જે કોઈપણ નાણાકીય વર્ષમાં આપવામાં આવેલ સૌથી વધુ ડિવિડન્ડની રકમ છે. મ્જીઈ વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે શેરધારકોને ૧૧૩૦ ટકા એટલે કે ૧૧.૩૦ રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપ્યું છે. આ માટેની રેકોર્ડ તારીખ ૩૧ મે ૨૦૨૩ હતી. સ્ટેટ બેંકે હ્લરૂ૨૦૨૩માં રેકોર્ડ કમાણી કરી હતી. સમગ્ર નાણાકીય વર્ષમાં તેનો ચોખ્ખો નફો ૫૦૨૩૨ કરોડ રૂપિયા હતો. પહેલીવાર તેણે ૫૦ હજાર કરોડનો આંકડો પાર કર્યો છે. વાર્ષિક ધોરણે, તેણે ૫૮.૫ ટકાની વૃદ્ધિ નોંધાવી છે. હ્લરૂ૨૩ નો ઓપરેટિંગ નફો વાર્ષિક ધોરણે ૧૧.૧૮ ટકાના ઉછાળા સાથે રૂ. ૮૩૭૧૩ કરોડ હતો. દ્ગૈંૈં એટલે કે ચોખ્ખી વ્યાજની આવક વાર્ષિક ધોરણે ૧૯.૯૯ ટકાની વૃદ્ધિ નોંધાવી છે. સંપત્તિની ગુણવત્તામાં પણ સુધારો થયો છે. હ્લરૂ૨૩માં ગ્રોસ દ્ગઁછ ૧૧૯ બેસિસ પોઈન્ટ ઘટીને ૨.૭૮ ટકા થઈ. નેટ એનપીએ ૩૫ બેસિસ પોઈન્ટ ઘટીને ૦.૬૭ ટકા થઈ ગઈ છે.


