નવીદિલ્હી
પાકિસ્તાનનો પૂર્વ ક્રિકેટર અને ફાસ્ટ બોલર શોએબ અખ્તરને ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાને ઘણો સમય થઈ ગયો હોવા છતાં પણ તે અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તેના પર ગમે તેટલો મોટો હોબાળો થાય તો પણ તે પોતાના દિલની વાત કરવામાં અચકાતો નથી. શોએબે ફરી એકવાર આવું જ કંઈક કર્યું છે. એક ભારતીય ખેલ પત્રકારને આપેલા ઈન્ટરવ્યુમાં શોએબ અખ્તરે પાકિસ્તાન ક્રિકેટ વિશે ઘણું બધું કહ્યું છે. શોએબ અખ્તરે કહ્યું હતું કે પાકિસ્તાની ક્રિકેટરો ભારતના પૈસા પર જ રમે છે. ભારતીય સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ બોરિયા મઝુમદાર સાથે ભારત-પાકિસ્તાન મેચ વિશે વાતચીત દરમિયાન શોએબ અખ્તરે આ વાત સ્વીકારી હતી. તેણે કહ્યું હતું કે મ્ઝ્રઝ્રૈં દ્વારા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ૈંઝ્રઝ્ર) દ્વારા જે પૈસા આવે છે તે પૈસા રેવન્યુ શેરિંગ હેઠળ આઈસીસી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોકલે છે. પાકિસ્તાનમાં ડોમેસ્ટિક ક્રિકેટરોને તે પૈસાના આધારે જ મેચ ફી પણ મળે છે. પૂર્વ પાકિસ્તાની પેસરે એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચ વિશે કહ્યું, “એકવાર ફરીથી ટીમ ઈન્ડિયા પર દબાણ રહેશે. તેણે કહ્યું હતું કે ભારતીય મીડિયાના કારણે ટીમ ઈન્ડિયા પર ઘણું દબાણ છે. આવું દરેક વખતે થાય છે. તેણે એમ પણ કહ્યું કે ભારત પાકિસ્તાન સામે હારતું નથી એનું કારણ તેનાં પ્રતિભાશાળી ખેલાડીઓ નથી, પરંતુ મીડિયાનું ઘણું વધારે દબાણ છે. શોએબ અખ્તરે વધુમાં કહ્યું હતું કે, “વર્લ્ડ કપ ૨૦૨૩ સૌથી અલગ અને રોમાંચક હશે. કારણ કે મને હવે ૫૦ ઓવરની ક્રિકેટનું ભવિષ્ય દેખાતું નથી. હું ઈચ્છું છું કે ભારત આ વર્લ્ડ કપમાંથી ઘણી કમાણી કરે. ઘણા લોકો આ કહેતા અચકાતા હશે. પરંતુ હું સ્પષ્ટપણે કહું છું કે ભારતની આવક ૈંઝ્રઝ્રને જાય છે. તેનો હિસ્સો પાકિસ્તાનમાં પણ આવે છે અને તેમાંથી આપણા સ્થાનિક ક્રિકેટરોને મેચ ફી મળે છે. એટલે કે આપણા યુવા ક્રિકેટરોને ભારતમાંથી આવતા પૈસાથી જ ભરણ પોષણ કે મેચ ફી મળે છે. ગત વખતે પણ એશિયા કપ દરમિયાન ભારતીય મીડિયાએ ટીમ ઈન્ડિયા પર ઘણું દબાણ કર્યું હતું. આખા સ્ટેડિયમને વાદળી રંગવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનને સરળતાથી હરાવી દેશે. આ કારણે અમારા પર પ્રદર્શન કરવાનું કોઈ દબાણ નહોતું. પરિણામ એ આવ્યું કે ભારત દબાણ ઝીલી ન શક્યું અને અમે એકદમ ફ્રી થઈને મુક્તપણે રમ્યા અને મેચ જીતી પણ ગયા.


