નવીદિલ્હી
યશસ્વી જયસ્વાલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધમાકેદાર ડેબ્યૂ કર્યું છે. ડોમિનિકામાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં જ તેણે સદી ફટકારી હતી. તે ૧૪૩ રન બનાવ્યા બાદ પણ નોટ આઉટ રમી રહ્યો છે. ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર તે ૧૭મો ભારતીય ખેલાડી બન્યો છે. મેચની વાત કરીએ તો બીજા દિવસની રમતના અંતે ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં ૨ વિકેટે ૩૧૨ રન બનાવી લીધા છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ યજમાન ટીમ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ દાવમાં માત્ર ૧૫૦ રન બનાવ્યા હતા. તો સામે પ્રથમ ઇનિંગમાં જ ભારતીય ટીમને ૧૬૨ રનની જંગી લીડ મળી છે. મ્ઝ્રઝ્રૈંએ યશસ્વી જયસ્વાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે. આમાં ૨૧ વર્ષનો આ બેટર એકદમ ભાવુક થઈ ગયેલો દેખાય છે. મૂળ ઉત્તરપ્રદેશનાં ખેલાડી, યશસ્વીને મુંબઈમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. યશસ્વીએ કહ્યું હતું કે આ ક્ષણ મારા અને મારા પરિવાર માટે ખૂબ જ ભાવુક પળ હતી. આ એક લાંબી જર્ની રહી છે. હું એ તમામ લોકોનો આભાર માનું છું જેમણે મને કોઈપણ રીતે મદદ કરી છે. આ સદી મારા માતા-પિતાને સમર્પિત છે, મારા જીવનમાં તેમનું મોટું યોગદાન છે. યશસ્વી જયસ્વાલે કહ્યું કે આ તો માત્ર શરૂઆત છે, આપણે આગળ વધવાનું છે. ભગવાન છેપ બસ. હું વધુ કહેવા માંગતો નથી. ૈંઁન્ ૨૦૨૩માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમનાર યશસ્વીએ ્૨૦ લીગમાં પણ સારો દેખાવ કર્યો હતો. તેણે ૧૩ બોલમાં અડધી સદી ફટકારી છે. તેણે ૈંઁન્ની ૧૬મી સિઝનમાં પણ સદી ફટકારી હતી. ત્યાર બાદ તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ભારતીય ટીમમાં રિઝર્વ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. યશસ્વી જયસ્વાલનો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. આવી સ્થિતિમાં તેઓ આ પ્રદર્શનને આગળ લઈ જવા ઈચ્છે છે. તેણે અત્યાર સુધી ૧૫ મેચની ૨૬ ઇનિંગ્સમાં ૮૦ની એવરેજથી ૧૮૪૫ રન બનાવ્યા છે. તેણે ૯ સદી અને ૨ અડધી સદી ફટકારી છે. ૨૬૫ રન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. હવે તે ડેબ્યૂ ટેસ્ટમાં પણ બેવડી સદી ફટકારવા તરફ નજર રાખી રહ્યો છે. આ પહેલા કોઈ ભારતીય ડેબ્યૂ ટેસ્ટમાં બેવડી સદી ફટકારી શક્યો નથી.


