Delhi

ચંદ્રયાન-૨એ ચાંદ પર ચંદ્રયાન-૩નું આ રીતે સ્વાગત કર્યું

નવીદિલ્હી
ભારતનું મિશન ચંદ્રયાન-૩ ચંદ્ર પર લેન્ડ થવાનું છે અને હવે ચંદ્રની સપાટી માત્ર બે દિવસ દૂર છે. ૨૩ ઓગસ્ટે સાંજે ૬ વાગ્યે યોજાનાર સોફ્ટ લેન્ડિંગ પહેલા ચંદ્રયાન-૩નું સ્વાગત કરવામાં આવ્યું છે. ચંદ્રયાન-૨ના ઓર્બિટરે ચંદ્રયાન-૩નું ચંદ્રની ભ્રમણકક્ષામાં સ્વાગત કર્યું છે અને બંને વચ્ચે સંપર્ક થયો છે. ૈંજીઇર્ંના ચંદ્રયાન-૩ મિશનના સોફ્ટ લેન્ડિંગને હવે ૪૮ કલાક બાકી છે, માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની નજર આ મિશન પર છે. સોમવારે ચંદ્રયાન-૩ દ્વારા ટ્‌વીટ કરીને તેની માહિતી આપવામાં આવી હતી.
એવું કહેવામાં આવ્યું છે કે ચંદ્રયાન-૨ના ઓર્બિટરએ ચંદ્રયાન-૩ના લેન્ડર મોડ્યુલનું સ્વાગત કર્યું. બંને વચ્ચે દ્વિપક્ષીય સંપર્ક સ્થાપિત થયો છે. સ્ર્ંઠ પાસે હવે લેન્ડર મોડ્યુલ સુધી પહોંચવા માટે ઘણાં માર્ગો છે. લેન્ડિંગની લાઈવ ઈવેન્ટ સાંજે ૫.૨૦ વાગ્યે શરૂ થશે. વર્ષ ૨૦૧૯ માં ભારતે તેનું મિશન ચંદ્રયાન-૨ લોન્ચ કર્યું હતું, તે છેલ્લા વળાંક સુધી બરાબર ચાલ્યું પરંતુ સોફ્ટ લેન્ડિંગમાં સમસ્યા થઈ હતી. ચંદ્રયાન-૨ ક્રેશ થયું હતું, પરંતુ તેણે પોતાનું કામ કરી દીધું હતું. ચંદ્રયાન-૨નું ઓર્બિટર છેલ્લા ૪ વર્ષથી ચંદ્રની આસપાસ ફરે છે અને પોતાનું કામ કરી રહ્યું છે. હવે ચાર વર્ષ પછી જ્યારે વિક્રમ લેન્ડર ફરી ચંદ્રની નજીક પહોંચ્યું છે, ત્યારે ચંદ્રયાન-૨નું ઓર્બિટર એક્ટિવ થઈ ગયું છે.
ચંદ્રયાન-૩ મિશનના સોફ્ટ લેન્ડિંગ સાથે જાેડાયેલી મહત્ત્વની બાબતો જે જણાવીએ, ૈંજીઇર્ંએ ચંદ્રયાન-૩ના લેન્ડિંગ માટે ૨૩ ઓગસ્ટ એટલે કે બુધવારે સાંજે ૬.૪ મિનિટનો સમય નક્કી કર્યો છે. જાે બધું બરાબર રહ્યું તો આ સમયે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર લેન્ડ થશે અને પ્રજ્ઞાન રોવર બહાર આવશે. ચંદ્ર પર સૂર્ય ઉગતાની સાથે જ વિક્રમ લેન્ડરનું કામ શરૂ થશે અને ત્યાર બાદ જ સોફ્ટ લેન્ડિંગ થશે, ત્યારબાદ પ્રજ્ઞાન રોવર ૧૪ દિવસ સુધી પૃથ્વીના હિસાબે પોતાનું કામ કરશે અને ચંદ્ર પર રિસર્ચ કરશે. પ્રજ્ઞાન રોવર આ દરમિયાન વિક્રમ લેન્ડરની આસપાસ હશે, ત્યાંથી બંનેની એક્ટિવિટી કેમેરામાં કેદ થશે. વિક્રમ લેન્ડર પ્રજ્ઞાન પર નજર રાખશે, જ્યારે પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર રિસર્ચ કરશે.

File-01-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *