Delhi

WTC Finalમાં રોહિત શર્મા બનાવશે રેકોર્ડ, બતાવશે પોતાનું દમદાર પરફોર્મન્સ

નવીદિલ્હી
ૈંઝ્રઝ્ર ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની ભારતીય ટીમ પર તમામની નજર રહેશે. આ મેગા ફાઈનલ પહેલા કેપ્ટન રોહિત શર્મા વિશે સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. ૈંઝ્રઝ્રની કોઈપણ ઈવેન્ટની ફાઇનલમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરનાર તે ૫મો કેપ્ટન બન્યો છે. આ એક મેચમાં ટીમના કેપ્ટન પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ઘણા રેકોર્ડ રોહિત શર્માની રાહ જાેઈ રહ્યા છે, જે તે પોતાના નામે કરવા જઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ પાસે ૈંઝ્રઝ્ર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ જીતીને લાંબા સમયથી ચાલી રહેલા ૈંઝ્રઝ્ર ટ્રોફીના દુષ્કાળને સમાપ્ત કરવાની તક છે. ટીમ ઈન્ડિયાએ સતત બીજી વખત ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. છેલ્લી વખતે ભારત ન્યુઝીલેન્ડ સામે હાર્યા બાદ રનર અપ હતું. ટીમ ઈન્ડિયા ૭ થી ૧૧ જૂન દરમિયાન ૈંઝ્રઝ્ર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. આ મેચમાં ૧ દિવસનો રિઝર્વ રાખવામાં આવ્યો છે, જેથી વરસાદની દખલ અથવા અન્ય કોઈ કારણોસર મેચ પ્રભાવિત ન થાય. ગત વખતે વરસાદના કારણે મેચમાં રિઝર્વ ડેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ઘણા રેકોર્ડ બનાવી શકે છે. સૌથી પહેલા તે ૈંઝ્રઝ્રની કોઈપણ ઈવેન્ટની ફાઈનલમાં રમનાર ભારતનો પાંચમો કેપ્ટન બનશે. રોહિત શર્માની કારકિર્દીની આ ૫૦મી ટેસ્ટ મેચ પણ બનવા જઈ રહી છે. આ ઉપરાંત તે બેટિંગમાં પણ વિશેષ સિદ્ધિ હાંસલ કરવાની નજીક છે. રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓપનર તરીકે ૧૩,૦૦૦ રન પૂરા કરવાની નજીક છે. વધુ ૨૭ રન બનાવવા સાથે ભારતીય કેપ્ટન આ મોટી સિદ્ધિ હાંસલ કરશે. ટીમ ઈન્ડિયા માટે રોહિત શર્મા વનડે, ટી૨૦ અને હવે ટેસ્ટમાં પણ ઓપનિંગની જવાબદારી નિભાવી રહ્યો છે. અત્યાર સુધી આ બેટ્‌સમેને કુલ ૧૭૦૫૭ રન બનાવ્યા છે, જેમાંથી મોટા ભાગના રન ઓપનિંગ વખતે જ આવ્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રોહિત શર્માના નિશાન પર એક ખાસ રેકોર્ડ હશે. હાલમાં ભારતીય કેપ્ટન આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના મામલે ત્રીજા નંબર પર છે. બીજા સ્થાને ભારતીય વિકેટકીપર ઋષભ પંત છે, જે નંબર વન પર ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ છે. રોહિત શર્મા પંતને પાછળ છોડી દેશે, ૨ છગ્ગા સાથે તેનો નંબર ૩૮ છે.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *