Gujarat

કઠલાલ કપડવંજ રોડ ઉપર અજાણ્યા વાહન ની ટકકરે આધેડ નું મોત.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
 પ્રાપ્ત માહિતી અનુસાર તોરણા, અમચડી કપડવંજ તાલુકાના રહેવાસી બબાભાઇ બુધાભાઇ પરમાર ઉંમર આશરે ૬૫ વર્ષ  જેઓ શનિવાર ના રોજ આશરે ૩ વાગ્યા ની આસપાસ પોતાના ઘરે થી કઠલાલ જવાનું કહી ને નીકળ્યા હતા ત્યારે આશરે શનિવાર ના ૩ વાગ્યા થી રવિવારના સવારના ૧૦ વાગ્યા સુધી કઠલાલ કપડવંજ રોડ ઉપર, રેલવે ફાટકની આગળ, જોગમૈયા ટીમ્બરમાર્ટની આગળ કોઈ અજાણ્યા વાહન ચાલકે બબાભાઇ બુધાભાઇ પરમાર ને ટક્કર  મારતા માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ તથા શરીરે વત્તા ઓછા પ્રમાણમા ઇજાઓ પહોચાડતાં તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
તેમનો મૃતદેહ કઠલાલ કપડવંજ રોડ ઉપર સાઇડમાં હોવાની જાણ થતાં કઠલાલ પોલીસ તેમજ તેઓના સગા સબંધીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.જ્યારે તેમનો મૃતદેહ કઠલાલ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો.
જ્યારે મરણ જનાર બબાભાઇ પરમાર ના સબંધી કલ્પેશકુમાર  પ્રભાતભાઇ બુધાભાઇ ચૌહાણ રહે.અમચડી, તોરણા ના ઓએ કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા  અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળ ની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

IMG-20230226-WA0097.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *