મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ સહીત તાલુકાના વિવિધ વિસ્તારો માંથી અભ્યાસ માટે ચાંગા ખાતે જવા માટે વિધાર્થીઓ ને ભારે તકલીફ હતી અને સમયસર ચાંગા જવા માટે એસ.ટી.બસ સિવાય કોઈ વિકલ્પ પણ નહોતો જેથી સમયસર પહોંચવામાં શાળા ,કોલેજ ના વિધાર્થીઓ ને પડી રહેલા પરેશાની અને અગવડતા બાબતે કઠલાલ ભાજપના બીપીનભાઈ પટેલ,હર્ષદભાઈ પટેલ,મિતેશભાઈ શાહ અને ગોપાલભાઈ પટેલ ને જાણ થતાં તેઓએ વિધાર્થીઓ માટે ખેડા જિલ્લા સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણને આ સમગ્ર બાબતે ધ્યાન દોરી રજુઆત કરાઈ હતી.
ત્યારે ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે વિદ્યાર્થીઓને પડતી તકલીફો બાબતો ધ્યાને લઈ તાત્કાલિક ચાંગા માટે બસ શરૂ કરવામાં આવે તે બાબતે લાગતા વિભાગ ને જાણ કરી હતી. ત્યારે હવે હાલ કઠલાલ થી વહેલી સવારે ૭:૧૫ ના સમયે કઠલાલ થી બસ ચાંગા જઇ શકાશે અને સાંજ ના ૪:૪૦ ના સમયે બસ ચાંગા થી કઠલાલ આવશે ત્યારબાદ કપડવંજ રવાના થશે. હાલ તો કાયમી મુસાફરી કરતા કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓને કોલેજ જવા અને આવવા માટે પડતી મુશ્કેલીઓનો અંત આવ્યો છે.ત્યારે તેઓ અને વાલીઓ દ્વારા ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.


