ત્યારે આજરોજ જેતપુરપાવી વિધાનસભા મત વિસ્તારના ગામોમાં ચાલુ વર્ષ માં જળ સિંચાય વિભાગ, નવીન બ્રિજ, એસ ટી ડેપો, પંચાયત ઘર, સ્કુલ, આંગણવાડી, રોડ રસ્તા ને લગતા સરકારી કામો ચાલી રહ્યા છે. જેને લઈને આજરોજ જેતપુરપાવી ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના મત વિસ્તારમાં ચાલી રહેલ અને પૂર્ણ થયેલ કામોની ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર વિના થાય તેવા હેતુથી આજરોજ અલગ અલગ સ્થળે ચાલતા વિકાસના કામો પર ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા દ્વારા સરકારી કામોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં કવાંટ તાલુકામાં બની રહેલ નવીન એસ ટી ડેપો ની મુલાકાત કરી કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ધનીવાડી ગામ થી ઉદેપુર જતા નવીન બ્રિજ, કરા નદી પર નવીન બ્રિજ ની મુલાકાત, મોટી ટોકરી ગામે કરા નદી પર નવીન બ્રિજ ની મુલાકાત કરી પ્રતાપનગર શિહોદ રોડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જબુગામ વાંટા રોડ નું પણ આજરોજ લોકાર્પણ કરવા માં આવ્યું હતું. ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા સાથે જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય, સરપંચો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ સરકારી વિભાગના પદાધિકારીઓ આ મુલાકાતમાં જોડાયા હતા. ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે મારા મત વિસ્તારના મતદારોને સરકારે આપેલી કોઈ પણ લોક યોજનાથી વંચિત ના રહે અને તેમને પ્રાથમિક સુવિધાઓ મળે તેમજ સ્વાસ્થ્ય અને સુખાકારી માટે જે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેનો પૂરો સદ ઉપયોગ થાય અને જવાબદારી પૂર્વક અધિકારીઓ સરકારી કામ કરે તે જોવાની મારી ફરજ છે જે સરકાર દ્વારા લોક ઉપયોગી યોજનાઓ મંજુર કરવામાં આવી છે. તેમાં કોઈ પણ પ્રકારે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહિ આવશે અને અધિકારીઓ અને કર્મચારીઓ કે કોન્ટ્રાકટરો પણ આ બાબતે ખાસ ધ્યાન રાખે અને નિષ્ટા પૂર્વક કામ કરે તેમ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


