Gujarat

ગુજરાત સરકાર દ્વારા છોટાઉદેપુર નગર પાલિકાને દોઢ કરોડનું અગ્નિ નિવારણ રેસ્ક્યું વ્હિકલ અપાયું, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા લોકાર્પણ કરાયું

છોટાઉદેપુર જીલ્લાની એક્માત્ર નગર પાલિકા એવી છોટાઉદેપુર નગર પાલિકાને પ્રજાને આગ જેવાં બનાવો સામે રક્ષણ મળી રહે તે માટે ગૂજરાત સરકાર દ્વારા દોઢ કરોડ જેટલી કિંમત નું અગ્નિ નિવારણ રેસક્યું વ્હિકલ આપવામા આવ્યુ છે. આજરોજ આ ફાયર ફાયટર નું લોકાર્પણ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં નગર પાલિકા ના વહીવટદાર, ચીફ ઓફિસર સહિત જીલ્લા ભાજપ ના મહામંત્રી શંકરભાઈ રાઠવા, મેહુલભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ એ જણાવ્યું હતું કે સરહદી જિલ્લો હોવાથી આ ઇમરજન્સી રેસ્કયું વાહન આશીર્વાદ રુપ બની રહેશે. અને પંથકમાં બનેલ કોઈપણ આકસ્મિક ઘટનામાં સહાયરૂપ બનશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

20230519_113938.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *