Gujarat

છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્રારા 2023-24 નું  820.04 લાખનું પુરાંત વાળું બજેટ મંજુર કરાયું જયારે 4876 લાખ બજેટમાં અલગ અલગ યોજનામાં ફાળવણી કરાઈ 

છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં  મંગળવાર રોજ સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ના અધ્યક્ષ સ્થાને સભા માટે મળી હતી જેમાં અધિકારીઓ દ્રારા તૈયાર કરાયેલ  બજેટ સભામાં મુકવામાં આવ્યું હતું અને જેમાં જિલ્લા પંચાયતના તમામ શાખાના અધિકારીઓ હાજર રહ્યા હતા   બજેટમાં વિવિધ ક્ષેત્રમાં રકમની ફાળવણી કરવામાં આવી હતી  જેમાં  શિક્ષણ શેત્રે માં 187 લાખ જોગવાઈ કરવામાં આવી  છે  તેમજ  આરોગ્ય ક્ષેત્રે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે 100 લાખ તથા નન્હી પરી યોજના માટે 40 લાખ તેમજ કોરોના જેવી આકસ્મિત રોગચાળા માટે 50 લાખ તથા આયુર્વેદિક શેત્રે 50 લાખ  જયારે સમાજ કલ્યાણ ક્ષેત્રે રોજગારી સાધન સહાય માટે 35 લાખ તથા ડૉ આંબેડકર જયંતી માટે તથા  નશાબંધી તેમજ અસ્પૃશ્યતા નિવારણ અંગે 35 લાખ ની જોગવાઈ કરેલ છે જયારે ખેતીવાડી ક્ષેત્રમાં સેન્દ્રીય ખાતર તથા બાયો પેસ્ટીસાઇડ  આપવાની યોજનામાં 40 લાખ તેમજ પશુપાલન ક્ષેત્રે  લગતા કામો માટે 20 લાખ તેમજ નાની સિંચાઈ યોજના માટે 80 લાખ જયારે પંચાયત શેત્રે ગ્રામ પંચાયતોમાં મોક્ષ રથ આપવાની યોજનામાં 50 લાખ તેમજ મોડેલ વિલેજ વિકસાવવા માટે 50 લાખ તેમજ મહિલા બાળ વિકાશ માટે 315 લાખ આમ તમામ ક્ષેત્રમાં લાખો રૂપિયાની  જોગવાઈ કરવામાં આવી છે જયારે આ બજેટમાં 4876 લાખ મંજુર કરવામાં આવ્યા અને 820 લાખનું પુરાંત વાળું બજેટ મંજુર કરવામાં આવ્યું અલગ અલગ વિભાગોમાં ગ્રાન્ટ ની ફાળવણી થતા અધિકારીઓ માં ખુશી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

VideoCapture_20230328-171515.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *