Gujarat

છોટાઉદેપુર જિલ્લા સહિત રાજ્યમાં વાવાઝોડાં ને કારણે TAT S ની પરિક્ષા આપવા નહી પહોંચી શકેલા પરીક્ષાર્થીઓએ ફરીથી તક આપવાની માગ સાથે છોટાઉદેપુર જીલ્લા ક્લેક્ટરને આવેદન આપ્યું

ગત તા 4 જૂનના રોજ છોટાઉદેપુર પંથક માં ભારે પવન ફુંકાતા અનેક મુખ્ય માર્ગો ઉપર મોટાં વૃક્ષો ધરાશાઈ થયાં હતાં જેનાં કારણે TAT S ના પરીક્ષાર્થી ઓ સહીત અસંખ્ય મુસાફરો અટવાઈ ગયા હતા. મુખ્ય માર્ગો પર વૃક્ષો પડી જતાં પરિવહન સેવા ને અસર થઈ હતી. જેનાં કારણે TAT S ના પરીક્ષાર્થીઓ સમયસર પોતાના પરિક્ષા કેન્દ્રો ઉપર પહોંચી શક્યા ન હતાં. કુદરતી હોનારાત ના કારણે રસ્તા માં જ અટવાઈ ગયેલા 400 થી 500 જેટલાં પરીક્ષાર્થી ઓ પરિક્ષા થી વંચિત રહ્યા હતા જેથી આજરોજ જીલ્લા સેવાસદન ખાતે TAT S ની પરિક્ષાથી વંચિત રહેલા પરીક્ષાર્થીઓએ જીલ્લા કલેકટર ને ફરીથી તક આપવામા આવે અને TAT S ની પરિક્ષા જિલ્લાના પરિક્ષા કેન્દ્રો માં લેવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર આપ્યું હતું. જોકે TAT S ની પરિક્ષા ફરીથી લેવા માટે સાંસદ ગીતાબેન રાઠવા તેમજ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા પણ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. TAT S ની પરિક્ષા થી વંચિત રહેલા પરીક્ષાર્થી ઓએ જીલ્લા ના મુખ્ય મથક પર જ પરિક્ષા લેવાય તો જીલ્લા ના તમામ પરીક્ષાર્થીઓને સરળતા રહે તેવી પણ માંગણી કરી હતી.
ત્યારે આ અંગે પરીક્ષા આપવા ગયેલ પરીક્ષાર્થી જયદીપભાઈ પરમારે જણાવ્યું હતું કે તારીખ 4 6 2023 ના રોજ અમારી પરીક્ષા હતી જે દિવસે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વાવાઝોડું આવ્યું જેના લીધે ઘણા બધા વૃક્ષો ધરાશાય થયા હતા અને રસ્તા ઉપર પડી ગયા હતા એના લીધે ઘણા બધા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી શક્યા નથી અને પરીક્ષા સ્થળે પહોંચી શક્યા નથી યા તો પરીક્ષા સ્થળે થોડા મોડા પહોંચ્યા હતા એ લોકો પરીક્ષા આપી શક્યા નથી તો આવા તમામ પરીક્ષાર્થીઓ પરીક્ષાથી વંચિત રહી ચૂક્યા છે એવા પરીક્ષાર્થીઓને ફરીથી પરીક્ષા અપાય યા તો એવી કોઈ સરકાર દ્વારા કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવે એનાથી જેનાથી તેઓ પરીક્ષા આપી શકે એના માટે આજે અમે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું એમ જણાવ્યું હતું
આ અંગે પરીક્ષાર્થી શિવાની પટેલે જણાવ્યું હતું કે 4 6 2023 ના રોજ અમારી ટાટની પરીક્ષા હતી પરંતુ અચાનક વાવાઝોડું આવવાથી અમારા છોટાઉદેપુર થી ડભોઇ વડોદરા હાઇવે છે એના ઉપર ઘણા બધા વૃક્ષો પડી ગયા હતા જેથી પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી શક્યા ન હતા અમુક જગ્યા ઉપર અમે ચારથી પાંચ રસ્તાઓ બદલીને પણ પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તો પણ અમારાથી પહોંચી શકાયું નતું અથવા તો અમે પહોંચ્યા હતા પરંતુ મોડા પહોંચ્યા હતા અને અમે જાતે વૃક્ષો અઠાવીને પોતે જવાની કોશિશ કરી હતી પરંતુ તે થઈ શક્યું ન હતું જેથી અમારી સરકાર પાસે એક જ વિનંતી છે હવે અમારી પરીક્ષા પુનઃ લેવામાં આવે અને અમને એક તક આપવામાં આવી જેથી અમે જે લોકો બાકી રહી ગયા છે એ પણ પરીક્ષા આપી શકે અને અમે જે મહેનત કરી છે એનું પરિણામ મળે આ માટે અમે  ધારાસભ્ય અને સંસદ સભ્યને પણ અમે કહ્યું છે એમને અમારા માટે પણ છેક રાજ્ય સુધી વાત પહોંચાડી છે અને હવે અમારી રાજ્ય સરકારની એક જ વિનંતી છે અમને એક તક આપવામાં  આવે  ફરીથી પરીક્ષા લેવામાં આવે એમ જણાવ્યું હતું
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

VideoCapture_20230606-142556.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *