Gujarat

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા યુઝઓફમોર્ડનટેકનોલોજીઝ એન્ડઓટોમેશનઇનફૂડપ્રોસેસીંગ વિષયપરબેદિવસીયવર્કશોપનું આયોજન

જુનાગઢ કૃષિ યુનિવર્સીટીની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયનાપ્રોસેસીંગ એન્ડ ફૂડ એન્જીનીયરીંગ વિભાગદ્વારા રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચશિક્ષણ કાર્યક્રમ ના આઈ.ડી.પી., એન.એ.એચ.પી.,આઈ. સી.એ.આર. હેઠળ“યુઝઓફમોર્ડન ટેકનોલોજીઝ એન્ડ ઓટોમશન ઇનફૂડ પ્રોસેસીંગ  ના વિષય પર બેદિવસીય વર્કશોપનું તારીખ: ૫ અને ૬, જાન્યુઆરી – ૨૦૨૩ના રોજ  કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના સેમિનાર હોલ ખાતે આયોજન જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના કુલપતિશ્રી ડો.વી.પી. ચોવટિયાની પ્રેરણા અને સંશોધન નિયામકશ્રી તેમજ આઈ. ડી. પી. યોજનાના પી.આઈ. ડો. એચ,.એમ. ગાજીપરાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવશે.આવર્કશોપનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ તેમજ પ્રાધ્યાપકો ને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝમાં ઓટોમેશન, ફૂડ એન્ડ બેવરેજ ઇન્ડસ્ટ્રીઝમાં રોબોટિક્સ જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની પરિકલ્પના વગેરે વિષયો પરનાઆધુનિકજ્ઞાનને વધારવાનો છે.

આ વર્કશોપ નો ઉદઘાટન કાર્યક્રમ તા. ૦૫/૦૯/૨૦૨૨ નાં રોજ સવારે ૯.૦૦ કલાકેકૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના ખાતે રાખવામાં આવેલ છે.આ ઉદઘાટન સમારોહનાચીફપેટ્રોન અને અધ્યક્ષ સ્થાનેજુનાગઢ કૃષિ યુનિવર્સીટી નામાનનિય કુલપતિશ્રી, ડૉ. વી. પી. ચોવટિયા તેમજપેટ્રોનના સ્થાને સંશોધન નિયામકશ્રી અનેઆઈ. ડી.પી.યોજનાના પી.આઈડો. એચ,.એમ. ગાજીપરાઅને કૃષિ ઈજનેરી વિદ્યાશાખાના પ્રિન્સીપાલ અને ડીન તથા કો- પી. આઈ.આઈ. ડી. પી. ડો. એન. કે.ગોંટિયા વિગેરે યુનિવર્સીટીના પદાધિકારીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન પૂરું પાડનાર છે. વિશેષમાં,આ કાર્યક્રમમાંમુખ્ય અતિથીતરીકે બાલાજી વેફર્સના મેંનેજીંગ ડાયરેક્ટર શ્રી ચંદુભાઈ વિરાણી તેમજ અતિથી વિશેષ તરીકે એમ.એ.એન.આઈ.ટી., ભોપાલ ના ડાયરેક્ટર ડો.એન.એસ. રઘુવંશી હાજર રહીને વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને માર્ગદર્શિત કરવાના છે.જેમાં ખાસ કરી ને આવનાર સમયમાં વિદ્યાર્થીઓએ સફળએન્ટરપ્રીનયોર કઈ રીતે બનવું તેમજતેમાં આવનાર પડકારો વિષેમાર્ગદર્શિત કરવામાં આવશે.

આ કાર્યક્રમ ના ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ડો.એમ.એન. ડાભી, પ્રાધ્યાપક અને વડા, ડીપાર્ટમેન્ટ ઓફ પ્રોસેસીંગ એન્ડ ફૂડ એન્જીનીયરીંગ વિભાગ, કો-ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરીઓડો.પી. આર. ડાવરા, મદદ. પ્રાધ્યાપક, પ્રોસેસીંગ એન્ડ ફૂડ એન્જીનીયરીંગ વિભાગ, પ્રો. જી. ડી. ગોહિલ, કન્વીનર, આઈ.ડી. પી. સેલતેમજ તેમની ટીમ અને વિવિધ કમિટીના કન્વીનરશ્રીઓ તથા સભ્યશ્રીઓ આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *