Gujarat

જેતપુરમાં વાયરલ ઇન્ફેક્શનનો કાળો કેર, ઘરે ઘરે માંદગીના ખાટલા, હોસ્પિટલો ઉભરાઇ

વાયરલ ઇન્ફેક્શન, શરદી, તાવ તેમજ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગચાળાનો અજગર ભરડો
જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. વાયરલ ઇન્ફેક્શન, શરદી, તાવ તેમજ મચ્છરજન્ય રોગચાળાએ પણ અજગર ભરડો લીધો છે. જેમના કારણે ઘરે-ઘરે માંદગીના ખાટલાઓ જોવા મળી રહ્યા છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના સૌ કોઈ આ રોગચાળાનો ભોગ બન્યા છે.  આ રોગચાળો વધુ વકરે તે પહેલા આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય કામગીરી કરવી જરૂરી બની છે.
જેતપુર માં છેલ્લા એક દોઢ માસ થી વાયરલ ઇન્ફેક્શને કાળો કેર મચાવ્યો હોય તેમ તાવ,શરદી,ઉધરસની ફરિયાદ સાથે હોસ્પિટલો દર્દીઓ થી ઉભરાઇ રહી છે.અને ઘરે ઘરે માંદગી ના ખાટલા ખડકાઈ રહ્યા છે.અનેક સારવાર છતા ઝેરી વાયરલ દશ થી બાર દિવસ પીડાયા છતા મચક આપતો ના હોય ભોગ બનનારા ની હાલત કફોડી બની છે.
શહે૨માં કોરોના ની યાદ અપાવતા વાયરલ ઇન્ફેક્શનનો ચેપ તિવ્રવેગે પ્રસરી રહ્યો હોય તેમ લોકો બિમારી મા સપડાઇ રહ્યા છે.ઇનફ્લ્યુ ઇન્જા નામનો વાયરલ હાલ બેકાબુ હોવાનુ જણાવી સરકારી હોસ્પિટલ ના અધિક્ષક ડો.નિકિતા પડીયા એ જણાવ્યુ કે આ ચેપી રોગ રુતુજન્ય છે. ખાસ કરીને બાળકો તેનો વધુ શિકાર બને છે.
જ્યારેવૃંદાવન હોસ્પિટલનાં તબીબ ડો.ગોપાલ  મોવલીયા એ જણાવ્યુ કે વાયરલ ના બેક્ટેરિયા ઇન્ફેક્શનમાં પરિવર્તીત થાય છે. મહતમ દસ દિવસ સુધી દર્દી ને શરદી,ઉધરસ કે તાવ ની અસર રહે છે.સાથોસાથ ગળુ પકડાવુ કે ગળા મા બળતરા સાથે કફ ની ભારે અસર રહે છે. સરકારી હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શન થી પીડાતા દર્દીઓ નો ભારે ધસારો દિવસભર રહે છે. ખાનગી હોસ્પિટલો માં પણ રોજીંદા દોઢસો થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
 છેલ્લા કેટલાક સમય થી બપોરે તડકો અને રાત્રી ના ઠંડા મૌસમ ને કારણે બેવડી ઋતુનો અનુભવ થતો હોય લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે. દિવસ ના ગરમ પાણી ના સેવન સાથે કોગળા કરવા ની સલાહ ઉપરોક્ત તબીબો એ આપી છે.  હાલ બેવડી ઋતુના કારણે મચ્છરનું સામ્રાજ્ય પણ ખુબ વધી ગયું છે જેને કારણે મચ્છર ની ઉત્પત્તિ પણ ખુબજ વધતીજતી હોવાથી રોગ ચાળો વધતો હોવાનું શહેરી જનોસમજી રહ્યા છે.

IMG-20230227-WA0155.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *