રોડ રસ્તા ઉપર વૃક્ષો ધરાશય થતા રસ્તો બંધ હોવાથી એમ્બ્યુલન્સને ઓરસંગ નદીના સંકટ ભર્યા પટમાંથી બોડેલી લઈ જવાઈ
કુદરતી આફત વચ્ચે ફરજ અને માનવતાની ઉદાહરણ જબુગામ એમ્બ્યુલન્સ ના ડ્રાઇવર અને ડોક્ટર દ્વારા જોવા મળ્યું
એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને ડોક્ટરે નવજાતનું જીવ બચાવવા કર્યા મરણિયા પ્રયાસ
જબુગામ સી.એસ.સી.માં પ્રસુતિ બાદ જન્મેલ બાળકને શ્વાસ લેવામાં તકલીફ બાદ તેણે વેનટીલેટરની જરૂર હતી જેથી કરી ફરજ ઉપર હાજર તબીબ ડૉ. હુજેફા ખત્રી અને એમ્બ્યુલન્સ ડ્રાઈવર સુરેશ દેસાઈએ બાળકને બોડેલીના ખાનગી દવાખાના સુધી પહોંચાડયો
રોડ રસ્તા ઉપર વૃક્ષો ધરાશય થતા બંધ હોવાથી એમ્બ્યુલન્સને ઓરસંગ નદીના સંકટ ભર્યા પટમાંથી બોડેલી લઈ જવાઈ
હાલ નવજાત બાળકને મળ્યું નવું જીવન દાન, બાળકની સ્થિતિ સ્થિર
બોડેલી સહિત સમગ્ર વિસ્તારમાં રવિવારે સવારે ભયંકર વાવાઝોડું અને વરસાદ પડ્યો હતો ભયંકર વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતા બોડેલી તાલુકાના જોડતા હાઇવે પર અનેક વૃક્ષ ધરાશાય થયા હતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. વાહનચાલકો અટવાયા હતા ત્યારે જબુગામ ગામ સરકારી દવાખાને એક મહિલાને પ્રસ્તુતિ બાદ જન્મેલા બાળકને શ્વાસમાં તકલીફ થતા તેને વેટીલેટરથી જરૂર હતી પરંતુ વાવાઝોડાના કારણે રોડ રસ્તાઓ બંધ થતા ફરજ ઉપર હાજર ડોક્ટર ખત્રી હુજેફા અને એમ્બ્યુલન્સના ડ્રાઇવર સુરેશ દેસાઈ બાળકને એમ્બ્યુલન્સ માં લઈને બોડેલી રવાના થયા હતા જ્યારે બોડેલી છોટાઉદેપુર હાઇવે પર તોતિંગ વૃક્ષ ધરાશાય થતા રસ્તો બંધ હોવાથી ઓરસંગ નદીના પટમાં રહી એમ્બ્યુલન્સ ને બોડેલી લઈ જવામાં આવી હતી અને બોડેલીની હોસ્પિટલમાં આઇ સી યુ માં સારવાર બાળકને આપવામાં આવી હતી આમ ડોક્ટર અને એમ્બ્યુલન્સના ડ્રાઇવરના અથાગ પ્રયાસથી નવજાત ને જીવનદાન મળ્યું હતું
જે બદલ બાળકના માતા પિતાએ ડોક્ટર અને ડ્રાઇવર સુરેશભાઈ નો આભાર વ્યક્ત કર્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


