Gujarat

દરજી સમાજ દ્વારા પાવાગઢ ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું, છોટાઉદેપુર થી બસ દ્વારા સંઘ રવાના થયો

ગુજરાતમાં વસતા દરજી સમાજ ના બાંધવો પોતાની કુળદેવી મહાકાળી માતાજીની ભક્તિ શ્રદ્ધાભેર કરે છે. ચારગામ દરજી સમાજ દ્વારા કુળદેવી મહાકાળી માં ના દરબાર માં પાવાગઢ ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડોદરા, છોટા ઉદેપુર સહીત જીલ્લા ના સમાજ બંધુઓ ભેગા થઈ તા. 4-6-2023 ના નવચંડી યજ્ઞનો લ્હાવો લઈ કુળદેવી મહાકાળી માતાજી ની ભક્તિ ભાવ થી પૂજન અર્ચન કરશે. આજરોજ છોટાઉદેપુર નગરના દરજી સમાજ જનો આ પુણ્ય લાભ લેવા બસ દ્વારા પાવાગઢ મુકામે રવાના થયા હતાં. નગરનાં મહાકાળી માતાજી ના મંદીરે થી માતાજીના જયઘોષ સાથે નગરનાં તમામ સમાજજનો પાવાગઢ રવાના થયા હતા. જ્યાં આવતીકાલે યોજનાર નવચંડી મહાયજ્ઞ નો શ્રદ્ધાભેર લ્હાવો લઈ પરત ફરશે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230603-WA0049.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *