છોટાઉદેપુર જીલ્લાના નસવાડી તાલુકો અંતરીયાળ ડુંગર વિસ્તાર ધરાવતો 212 ગામડા ધરાવતો તાલુકો છે ત્યારે નસવાડી તાલુકા મથકે થી ખુશાલપુરા ગઢ ખાતે મેણ નદી ઉપર દેશ આઝાદ થયો ત્યારથી ચોમાસામાં વધુ વરસાદ પડે ત્યારે મેણ નદીમાં નીર આવવાથી ૧૦૦થી વધુ ગામો સંપર્ક વિહોણા બની જતા હતા ત્યારે પ્રસુતી વાળી માતાને અથવા બીમાર વ્યક્તિને દવાખાને લઇ જવા ૧૫થી વધુ કિલોમીટર નો ફેરાવો ફરવો પડતો હતો જેની રજૂઆત પ્રજા અનેકવાર ધારાસભ્ય અભેસિંગ તડવીને કરતા ધારાસભ્યએ વિધાનસભામાં આક્રમક રજુવાત કરતા પાંચ કરોડ થી વધુના ખર્ચે 90 મીટર લંબાઈનો પુલનું કામ મંજુર થયું હતું જેને લઈને રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ત્યારે મોટી સંખ્યામાં આજુબાજુના ગ્રામજનો આદિવાસી શૈલીમાં રામ ઢોલ વગાડી નાચગાન કરી ઉત્સવ મનાવ્યો હતો જયારે આ કાર્યકમમાં છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા, સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી, છોટાઉદેપુના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા, પાવીજેતપુરના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા ભાજપા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ, જિલ્લા પંચાયત સદસ્ય ચેતન મેવાસી, મહામંત્રી ડી.એફ.પરમાર, નસવાડી તાલુકા ભાજપા પ્રમુખ ગોપાલસિંહ સોલંકી, તેમજ ભાજપા ના હોદ્દેદારો હાજર રહી મેણ નદી ઉપર બનેલ પુલનું લોકાર્પણ કાર્યકમમાં હાજર રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


