જેમાં મહિલા વૃતિકા યોજનાને છોટાઉદેપુર જિલ્લામાં કાર્યરત કરવા નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન, જિ- છોટાઉદેપુરમાં બાગાયત અધિકારી (જિલ્લા કક્ષા) તરીકે ફરજ બજાવતા અભિજીત એન. પંચભાઇ સાથે કાટકાવોટ ગામના શ્રી મનસુખભાઇ ભુરાભાઇ રાઠવા, ટ્રેનર તરીકે નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા- વડોદરાની કેનિંગ કચેરીમાં બાગાયત મદદનીશ તરીકે ફરજ બજાવતા શ્રીમતી રસીલાબેન. આર. રાઠવા ઉપસ્થિત હતા. કાટકાાંટના ૬૦ અને નળવાંટ ગામના ૫ મહિલા લાભાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં રસેલાબેન આર. રાઠવાએ મહિલા લાભાર્થીઓને ટોમેટો કેયપ, લેમન સ્વોશ, પપૈયાની ટુટીફૂટી, મીક્ષ ફૂટ જામ, આદુ- આમળાનો સ્વોશ અને કોપરાના છીણનો વાડ જેવી વાનગીઓ બનાવાની તાલીમ આપી હતી, જેનું પ્રમાણપત્ર લાભાર્થીઓને આપવામાં આવ્યું હતું જેથી કરીને ભવિષ્યમાં તેઓ પોતાના સ્વરોજગાર ઉભું કરી શકે. વ્રુતિકા કાર્યક્રમના અંતમા મહિલા લાભાર્થિઓ પૈકી સંગીતાબેન સુરેશભાઇ રાઠવા અને હંસાબેન કમલેશભાઇ રાઠવાએ પોતાનો અનુભાવ વ્યક્ત કર્યો અને તાલીમની જાણકારી આપી. અંતમાં શ્રી મનસુખભાઇ ભુરાભાઇ રાઠ્યા અને શ્રી અભિજીત એન. પંચભાઇએ ઉપરોક્ત યોજના વિષે અંતિમ પ્રવચન આપી પુર્ણાહુતી કરી હતી. છોટાઉદેપુર જિલ્લામાં આ સૌપ્રથમ પાંચ દિનનો મહિલા વૃતિકા કાર્યક્રમ યોજવવામાં આવેલ હતો જેમાં હાજર મહિલા લાભાર્થીઓ અને મહેમાનોએ રસ લઇને અને આનંદ સાથે ભાગ લીધેલ હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


