બોડેલી ના ડભોઇ રોડ પર પાટણા ગામ ના વળાંક પર એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. બોડેલી તરફ થી જતી પિકઅપ ગાડી બે ટ્રક માં અથડાતાં પિકઅપ ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને પિકઅપ ગાડી માં સવાર ચાર પાંચ ઈસમોને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે. 108 દ્વારા બોડેલી દવાખાને ખસેડાયા હતા .
અકસ્માત સર્જાયા પછી બે ટ્રકો અને પિક અપ વાન રોડ પર હોવાથી બન્ને તરફ વાહનો ની લાંબી કતાર જોવા મળી હતી. બપોરે બે વાગ્યા સુમારે બોડેલીના ડભોઇ રોડ પર સાલપુરા અને પાટના ગામ વચ્ચેના જોખમી વળાંક પર બોડેલી તરફથી આવતી પિકઅપ ગાડી ના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ડભોઇ તરફથી બોડેલી તરફ આવતી હાઈવ ટ્રક સામે જોરદાર અથડાઈ હતી. જેથી ટ્રક ની ડીઝલ ટાંકી ફાટી જતા રોડ પર ડીઝલ ના ખાબોચિયા જોવા મળ્યા હતા. જ્યારે ટ્રકપાછળ આવતી બીજી ટ્રકમાં પિકઅપ ઘૂસી જતા પિકઅપ નો ખુરબો બોલી ગયો હતો અને પિક અપ માં સવાર ચાર જેટલા ઈસમો ને ગંભીર ઇજા થતાં 108 એમ્બ્યુલન્સ માં બોડેલી સારવાર ખસેડાયા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


