સ્વાગત કાર્યક્રમમાં ભેસાણ તાલુકાના કરીયા ગામના ખેડૂત શ્રી વિનોદભાઈ ગજેરાનો ખેતરમાં પાણી ભરાવાથી પાકને નુકસાન થતું હોવાનો પ્રશ્ન રજૂ કર્યો હતો. જે જિલ્લા સ્વાગત કાર્યક્રમના માધ્યમથી હલ થયો હતો.
વિનોદભાઈ ગજેરા કહે છે કે, જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવાસિયા હકારાત્મક અભિગમ સાથે અમારા પ્રશ્નોનું નિવારણ કર્યું છે, તેમ જણાવતા તેમણે કહ્યું કે, આ સ્વાગત કાર્યક્રમથી લોકોના પ્રશ્નોનો ઉકેલ આવે છે. જે જનસમસ્યાના નિવારણ માટે આશીર્વાદરૂપ છે તેમ જણાવતા તેમને ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર પ્રગટ કર્યો હતો.


