Gujarat

મતદારયાદીમાં ટેકનિકલ ખામીઓને દૂર કરવા માટે ઝૂંબેશ સ્વરૂપે કામગીરી ચલાવવા કલેક્ટરશ્રીના સ્પષ્ટ નિર્દેશ

કલેક્ટર શ્રી રચિત રાજના નેતૃત્વમાં રાજ્યમાં જૂનાગઢ જિલ્લો ફરી ટોચના ક્રમાંકોમાં સામેલ થયો છે. આ વખતે ઈલેક્ટોરલ હેલ્થ રેન્કીંગમાં સમગ્ર રાજ્યમાં જૂનાગઢ જિલ્લાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.

    મતદારયાદીમાં ટેકનિકલ ક્ષતિઓ અને તાર્કિક ભૂલોને દૂર કરવા માટે ઝૂંબેશ સ્પરૂપે કામગીરી કરવા માટે કલેકટર શ્રી રચિત રાજે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે. તેના પરિણામે ભારતના ચૂંટણીપંચના નિર્દેશ મુજબ મતદારયાદીઓનુ શુદ્ધિકરણ એટલે કે, ટેકનિકલ ક્ષતિઓને દૂર કરવા માટે ફિલ્ડ વેરિફિકેશન સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

     આ સાથે ફોર્મ-૬ બીનું કલેક્શન કરીને EPIC એટલે કે, ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરવાની કામગીરી પણ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. આ માટે કલેકટર શ્રી રચિત રાજ સંબંધિત અધિકારી-કર્મચારીઓ સાથે સમયાંતરે સમીક્ષા બેઠક યોજી, જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

     આમ, મતદારયાદીને સચોટ સ્વરૂપ આપવા માટે સૂક્ષ્મ સ્તરીય આયોજનના પરિણામે જૂનાગઢ જિલ્લો રાજ્યના ૩૩ જિલ્લામાંથી બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

      ઉલ્લેખનીય છે કે, ઈલેક્ટોરોલ હેલ્થ રેન્કિંગ મતદારયાદીની સ્થિતિ અને પેન્ડિંગ ફોર્મના નિકાલ સહિતના માપદંડોના આધાર પર આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *