મહેસાણા
મહેસાણા તાલુકામાં આવતા લાઘણજ એપ્રોચ રોડ જાેઇનિંગ ખેરવા નારદીપુર રોડના ખોટા સર્ટી આપવા મામલે જેતે સમયના નિવૃત્ત સરકારી અધિકારીઓ તેમજ ઇજારદાર વિરુદ્ધ મહેસાણા એ સિવિજન પોલીસ મથકમાં ઇઝ્રઝ્ર રોડના ખોટા ટેસ્ટિંગ સર્ટી આપવા મામલે કાર્યપાલક ઈજનેર એ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહેસાણા તાલુકામાં આવતા લાઘણજ એપ્રોચ રોડ જાેઇનિંગ ખેરવા નારદીપુર ખાતે બનાવવામાં આવેલા ઇઝ્રઝ્ર રોડમા ૨૦૧૪ અને ૧૫ની સાલમાં કેટલાક નિવૃત અધિકારી અને ઇજારેદારે પોતાના લાભ માટે ભેગા મળી ઇઝ્રઝ્ર રોડ બનાવવા માટે તંત્રમાં રોડના ખોટા ટેસ્ટીગ સર્ટી બનાવી રજૂ કરાવ્યા હતા. જે મામલે ઉડી તપાસ કરતા આ મામલે કેટલાક નિવૃત સરકારી બાબુઓ અને જેતે સમયે રહેલા ઇજારેદરના નામ સામે આવતા તંત્રે તપાસ કર્યા બાદ આજ રોજ જિલ્લા પંચાયત વિભાગના માર્ગ મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર ગોવિંદ ભાઈ રાયસંગ ભાઈ ચૌધરીએ ૫ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.


