*માઁ અંબાના મંદિરમા સોનાનું છત્ર ભેટ કરીને 58 મી લગ્ન વર્ષગાંઠન યાદગાર બનાવી*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે મોટી સંખ્યામાં યાત્રિકો અંબાના ચરણોમાં વિવિધ ભેટ ધરે છે. જેમાં ઘણા માઇ ભક્તો સોનાના ચાંદીના આભૂષણો પણ ભેટ ધરતા હોય છે. રાજુલાના સોની પરિવારે રૂ.1,65,000ની કિંમતનું 31 ગ્રામ 740 મીલી ગ્રામનું છત્ર આદ્યશક્તિ માં અંબાના ચરણોમાં ભેટ ધર્યું હતું. રાજુલાના વસંતીબેન સોનીએ પોતાની 58 મી લગ્નતિથિ પ્રસંગે આ છત્ર ભેટ અર્પણ કર્યું હતું. આ સોની પરિવારે માતાજીના ના દર્શન કરી પોતાની લગ્નતિથિ મનાવી હતી. આ છત્ર સોની પરિવારે પોતે જ ખાસ માતાજી માટે બનાવ્યું હતું અને મંદિરમાં ભેટ આપ્યું હતું. અને પોતાની 58 મી લગ્ન વર્ષગાંઠની ઉજવણી માં અંબા ના દર્શન કરી મા અંબાના ચરણોમાં મનાવી હતી આજના યુગમાં પણ હજારો લાખો રૂપિયાનો વ્યર્થ ખર્ચો કર્યા વગર સોની પરિવાર તેમની 58મી લગ્ન વર્ષગાંઠની ઉજવણી માં અંબાના મંદિર માં સોનાનું છત્ર ભેટ કરીને ઉજવી છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


