આદર્શ પ્રગતિ મંડ્ળ સંચાલિત શ્રી આદર્શ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મોરખલા તા- બોડેલીના આચાર્યશ્રી વાઘેલા રાજેશકુમાર એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે. શાળાના સ્થાપક સ્વ. શ્રી અંબાલાલ મોતીલાલ સોલંકીની પ્રતિમાનું અનાવરણ શાળાના પટાંગણમાં શાળાના આશ્રયદાતા શ્રી સુભાષભાઇ ભાગવત સાહેબ (સી.એ.) વડોદરાના હસ્તે કરવામાં આવ્યું હતુ.
શ્રી આદર્શ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મોરખલાની સ્થાપના ૨૦૦૨ માં કરવામાં આવી હતી. આ શાળાના પ્રણેતા સ્વ.શ્રી અંબાલાલ સોલંકીએ મોરખલા વિસ્તારના બાળકો શિક્ષણથી વંચિત રહેતા ગરીબ આદિવાસી અને દલિતોના બાળકોને ઉત્તમ શિક્ષણ મળી રહે તેવા શુભ આશયથી શાળાની સ્થાપના ૨૦૦૨ માં કરી હતી જે આજે ૯ થી ૧૨ નું ઉત્તમ શિક્ષણ આપતી શાળા આદિવાસી વિસ્તારમાં હાલ કાર્યરત છે. લોકોની સેવા, પીડિતો માટે આપેલું બલિદાન અને તેમના કાર્યો લોકોના હ્દયમાં કાયમી અંકિત રહે તે માટે તેમના પુત્રો શ્રી ઉમેશભાઇ એ. સમાજપતિ અને સ્વ.શ્રી શિરિષભાઇ સમાજપતિના સહયોગથી શાળામાં પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. શ્રી આદર્શ માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળા મોરખલામાં પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું


