વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ‘પ્રસ્થાન ગ્રુપ’ ના કારોબારી સભ્યો દ્વારા પ્રમુખશ્રી આનંદભાઇ ભટ્ટની આગેવાનીમાં મેંદરડા નજીક સમઢિયાળા (ગીર) ખાતે આવેલ અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની સેવા કરતી સંસ્થા ‘શ્રીજી દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ’ ના પટાંગણમાં પર્યાવરણમાં ખુબ જ જરૂરી એવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. ત્યારબાદ સૌ સભ્યોએ દિવ્યાંગ બાળકો સાથે સમય પણ પસાર કર્યો. આ તકે સંચાલક શ્રી કૌશિકભાઈ જોષી દ્વારા ખુબ જ સહકાર પ્રાપ્ત થયો. આજે વિશ્વ જ્યારે ‘ગ્લોબલ વોર્મિંગ’ ના ભરડામાં આવી રહ્યું છે ત્યારે, વૃક્ષો જ માનવજાતનું કવચ છે. આ તકે ‘પ્રસ્થાન ગ્રુપ’ સૌને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી, તેના જતન કરવાના સંકલ્પ લેવા વિનંતી કરે છે. કારણકે જો વૃક્ષો હશે, તો આપણે હશું.


