Gujarat

સુજલામ સુફલામ જળ અભિયાન અન્વયે કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

અધિક નિવાસી કલેકટરશ્રી બી.એન. ખેરના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૨સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સુજલામ સુફલામ જળ અભિયાનમાં સમાવિષ્ટ લોકભાગીદારીના કાર્યોની સમીક્ષા તેમજ રૂ.૬૩.૪૬ લાખના નિર્માણાધીન કાર્યોને મંજૂરી કરવામાં આવી હતી.

જામનગર જિલ્લાના ૬ તાલુકામાં કુલ ૪૫ કામો હાથ ધરવામાં આવશે. કાલાવડ તાલુકામાં ૩ કામ, ધ્રોલ તાલુકામાં ૧૪ કામો, જામજોધપુર તાલુકામાં ૪ કામો, લાલપુર તાલુકામાં ૧૧ કામો, જામનગર ગ્રામ્યમાં ૧૧ કામો અને જોડિયા તાલુકામાં ૨ કામો હાથ ધરવામાં આવશે. સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૨માં સમાવિષ્ટ કાર્યોમાં તળાવ ઊંડું ઉતારવું, પી.ટી. અને ચેકડેમ ડિસીલ્ટીંગ- આ કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના નિયામકશ્રી ચૌધરી, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, જિલ્લા આયોજન અધિકારીશ્રી, કાર્યપાલક ઇજનેરશ્રી એસ.એમ. હરદયા, મદદનીશ ઇજનેરશ્રી એચ.એમ. દુધાત્રા, જિલ્લા તિજોરી અધિકારીશ્રી તેમજ અન્ય વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *