Gujarat

અમરેલી જિલ્લાના ખાંભા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે ખાંભા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૭૨૩૦૦૯૬/૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૩૬૩, તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબના ગુનાનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે આજ રોજ તા.૧૭/૦૪/૨૦૨૩ ના રોજ રાજુલા, બસ સ્ટેન્ડથી મજકુર નાસતા ફરતા આરોપીને પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ ખાંભા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવા તજવીજ કરેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
દિનેશ ભીખાભાઇ રાઠોડ, ઉ.વ.૩૬, રહે.ભુંડણી, તા.ખાંભા, જિ.અમરેલી,
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા એ.એસ.આઇ. બહાદુરભાઈ વાળા, તથા પો.કોન્સ. લીલેશભાઇ બાબરીયા, વિનુભાઇ બારૈયા, યુવરાજસિંહ વાળા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230418-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *