Gujarat

જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામેથી આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમી રમાડતા બે ઇસમોને ફુલ કિં.રૂ.૧૬,૩૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું,અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમે ગઇ કાલ તા.૧૬/૦૪/૨૦૨૩ નાં બાતમી હકિકત આધારે જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામેથી આઇ.પી.એલ. ૨૦૨૩ ની ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની લાઇવ ક્રિકેટ મેચ ઉપર એન્ડ્રોઇડ મોબાઇલ ફોનમાં સ્કોર જાણી, ડાયરીમાં નામ સામે આંકડાઓ લખી, પૈસા વડે ‘ક્રિકેટનો સટ્ટો” રમી રમાડતા બે ઇસમોને પકડી પાડી, તેમજ બે ઇસમો નાસી ગયેલ હોય, સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) રમેશ નનાભાઇ સાંખટ, ઉ.વ.૩૭, રહે,બાબરકોટ, તા.જાફરાબાદ, જિ.અમરેલી.
 (૨) ખોડાભાઇ લખમણભાઇ સાંખટ, ઉ.વ.૩૩, રહે.બાબરકોટ, તા.જાફરાબાદ, જિ.અમરેલી
પકડવાના બાકી આરોપીની વિગતઃ-
(૩) દિનેશ બચુભાઇ સાંખટ રહે.બાબરકોટ, તા.જાફરાબાદ, જિ.અમરેલી.
(૪) મધુભાઇ વાઘાભાઇ સાંખટ, રહે.બાબરકોટ, તા.જાફરાબાદ, જિ.અમરેલી.
પકડાયેલ મુદ્દામાલઃ-
રોકડા રૂ.૧૧,૩૨૦/- તથા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન – ૧ કિ.રૂ.૫,૦૦૦/- તથા ક્રિકેટ ટીમના
નામો/આંકડાઓ લખેલ ડાયરી – ૧ કિ.રૂ.૦૦/- મળી કુલ કિ.રૂ.૧૬,૩૨૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા તથા પો.કોન્સ. વિનુભાઇ બારૈયા, લિલેશભાઇ બાબરીયા, યુવરાજસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230418-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *