Gujarat

અમરેલી માં યુવા નેતા શૈલેષ સંઘાણી માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન બનતા અખાડા ગ્રુપ દ્વારા કરાયું સન્માન

સવારે રોજ અખાડામાં પરસેવો પાડતા યુવા નેતા હવે યાર્ડ ના ખેડૂતો માટે પણ પરસેવો પાડશે
ગુડ મોર્નિંગ ગ્રુપ અને બેડમિન્ટન ગ્રુપ દ્વારા કરાયું સન્માન
અમરેલી
સમગ્ર દેશમાં અને રાજ્ય માં અમરેલી નુ માર્કેટિંગ યાર્ડ સુવીધાઓ અને આધુનિકતાની બાબત માં એક ઉત્કૃષ્ટ સ્થાન ધરાવે છે. તેમના નિર્માણ માં એવાદીર્ઘદ્રષ્ટિ ધરાવતા તત્કાલીન ચેરમેન પી પી સોજીત્રા ના અથાક પ્રયત્નો થી અમરેલી ના ખેડૂતોને આધુનિક સગવડતા ધરાવતું આ યાર્ડ પ્રાપ્ત થયુ હતુ.ત્યારે એક માર્કેટિંગ યાર્ડ નુ ઓપનિંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કર્યું હતુ ત્યારે તેને પણ સ્વપ્ન ના માર્કેટિંગ યાર્ડ સમક્ષ તેને ગણાવ્યું હતુ. આ માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન તરીકે અમરેલી ના યુવા નેતા એવા શૈલેષ સંઘાણી ની વરણી થતા જાણે અમરેલી ના યુવાઓમાં હરખની હેલી સર્જાઈ હોય તેવા દ્રષ્યો જોવા મળી રહ્યા છે. નવા નિયુક્ત યાર્ડ ના ચેરમેન રોજ સવારે પોતાના માટે અખાડામાં અનેક યુવા મિત્રો સાથે કસરત સાથે બેડમિન્ટન થી પરસેવો પાડે અને અનેક સેવાકીય પ્રવુતિઓ સાથે પણ જોડાયેલા છે.ત્યારે અમરેલી ના અખાડા સાથે જોડાયેલા ગુડ મોર્નિંગ ગ્રુપ અને બેડ મિન્ટન ગ્રુપ દ્વારા પોતાના સાથી સ્પોર્ટ્સ મેન ચેરમેન બનતા હવે તે અખાડા સાથે તે અમરેલી જિલ્લા ના ખેડૂતો માટે પણ પરસેવો પાડવા માટે તેમના પર વિશ્વાસ મૂકી તેમને સુકાન સોંપતા તેમનું અદકેરું સન્માન કરી તેમને વધુ ખેડૂતોની સેવા કરવા અને જગત ના તાત ને માટે પરસેવો પાડવા માટે કાયમી સાથે ઉભા રહેવા ની ખાત્રી સાથે શુભકામના પાઠવી હતી. આ તકે નવ નિયુક્ત ચેરમેન શૈલેષ સંઘાણી દ્વારા પણ ખેડૂતોના હિત ક્યાય પછી પાની નહિ કરવા અને અન્ન દાતા ને પૂરતો લાભ અપાવવા પોતે સતત પરસેવો પાડશે તેવુ જણાવ્યું હતુ.

IMG-20230319-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *