Gujarat

છેલ્લા છ મહિનાથી સતાવતાં  પાણીના પ્રશ્નને  હલ કરાવતાં સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર પાંચનાં સદસ્ય  શ્રી કેશવ બગડા

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં નગરપાલિકા વોર્ડ નં પાંચના  હાથસણી રોડ પર આવેલા વિરમેઘમાયાનગરમાં છેલ્લા છ માસથી પાણીની સમસ્યા હતી તે બાબતે નગરપાલિકાના પ્રમુખપતિ શ્રી રાજેશભાઈ દોશી અને પાણી ખાતાના સુપરવાઈઝરશ્રી અશ્વિનભાઈને તથા વાલમેન સંજયભાઈ વાઘ સાથે આ સમસ્યાના નિવારણ અંગે પરામર્શ કરી   સતત બે દિવસ જેસીબી મશીન અને કામદારો સાથે જરૂરી સમારકામ હાથ ધરી પાણી પ્રશ્નનો ઝડપથી ઉકેલ લાવવામાં આવેલ.  તે  બદલ વિરમેઘમાયાનગર તથા ખોડીયાર નગર વિસ્તારનાં લોકો વતી નગરપાલિકા સદસ્ય કેશવ બગડાએ તંત્રનો હ્રદયપુર્વક આભાર પણ માન્યો હતો. આમ આ વિસ્તારના લોકો માટે પાણી જેવા પ્રાણપ્રશ્રનોનું નિરાકરણ થતાં લોકોમાં પણ રાહતની લાગણી ફેલાઈ હતી.

IMG-20230321-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *