Gujarat

અમે આગ લગાડનાર કે આગ બુઝાવનાર છીએ?

સંત નિરંકારી મિશનના વડા સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજે એકવાર પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે એકવાર એક શહેરમાં આગ લાગે છે.આ શહેરમાં આગ લગાડનાર અને આગને બુઝાવનારા બે પ્રકારના લોકો રહેતા હતા.ભયંકર આગના સમયે એક ચકલી પોતાની ચાંચમાં પાણી ભરીને સળગતી આગમાં નાખી રહી હતી.તે દ્રશ્ય જોઇને એક બુદ્ધિમાન કહે છે કે તારી ચાંચ મારફતે લાવવામાં આવતા એક ટીપા પાણીથી આગ બુઝાશે? તે સમયે ચકલી કહે છે કે મારા એક ટીપાથી આ ભયંકર આગ બુઝાવાની નથી પરંતુ જ્યારે આગ લગાડનાર અને આગ બુઝાવનારની ચર્ચા થશે ત્યારે મારૂં નામ આગ બુઝાવનારમાં આવશે.

આ પ્રસંગને થોડો ઉંડાણથી વિચારીએ.આપણી ચારે બાજુ જોઇએ.કોઇના હાથમાં ડીઝલ-પેટ્રોલ કે કેરોસીન અને દિવાસળી નથી તેમછતાં ચારે બાજુ આગ લાગેલી છે.આ આગ વિજળીના તારના લીધે નથી લાગી,આ આગ જંગલના વાંસના ઘર્ષણથી નથી લાગી તેમછતાં આગ લાગી છે કારણ કે પ્રતિદ્વંદ્વિતા હરીફાઇમાં કોઇ મારાથી આગળ નીકળી ગયો,અમારી પાર્ટીને કોઇએ બદનામ કરી બીજા આગળ નીકળી ગયા, કોઇ ચાડી-ચુગલીથી પરેશાન છે તો કોઇ વૈર-ઇર્ષ્યા, હિંસા-લડાઇની અગ્નિએ અમોને ચારે બાજુથી ઘેરી લીધા છે.ચકલીની ચોંચના પાણીની સમાન સંત મહાત્મા મહાપુરૂષ આ આગને બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમછતાં આ આગ ઓછી થતી નથી.

આ જગતમાં બે પ્રકારના મનુષ્ય હોય છે.એક સમસ્યા પૈદા કરે છે અને બીજો સમસ્યાઓનું સમાધાન કરે છે.અમારે સમસ્યાઓના નહી સમાધાનનો હિસ્સો બનવાનું છે.સત્યને સ્વીકારતા શિખીએ.જે ત્યાગવા યોગ્ય છે તેનાથી બચવાનું છે કે જેથી અમારી ગણતરી આગ બુઝાવવાવાળામાં થાય.

 

સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી

છક્કડીયા(ધાણીત્રા),તા.ગોધરા(પંચમહાલ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *