Gujarat

આજે સાવરકુંડલા શહેરમાં નગરપાલિકા – પોલીસ તંત્ર સફાળું જાગ્યું. નાવલી નદીના પટમાં ભરાતી શનિવારી લોહાણા મહાજન વાડી પુલ પર દબાણ હટાવવાની સૂચના આપવાની કામગીરી થઈ .આમ તો કોવિડની ત્રીજી લહેરની આશંકાની સંભાવના સેવાઈ રહી છે ત્યારે હવે સોશ્યલ ડિસ્ટન્સીંગ ના નિયમો પાળવાની શરૂઆત પણ કરવી તો જરૂરી છે. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા નાવલી નદીના પટમાં ભરાતી શનિવારી બજારના લોહાણા મહાજન વાડી પાસે આવેલાં પુલ પર  દબાણ હટાવવાની સૂચના આપવાની કામગીરીનો પોલીસ તંત્ર તથા નગરપાલિકા દ્વારા  થયેલો પ્રારંભ. આ અગાઉ પણ અવારનવાર આ સંદર્ભે વર્તમાન પત્રોમાં સમાચાર પ્રસિદ્ધ થયાં હતાં કે શનિવારી બજારને યોગ્ય જગ્યાએ સ્થળાંતર કરવા માટે તંત્ર દ્વારા કોઈ યોગ્ય જગ્યા ફાળવવા વિચારણા કરવામાં આવે. જગ્યા તો હજુ ફાળવાય ત્યારે ખરું પરંતુ હાલ દબાણ હટાવવાની સૂચના આપવામાં આવી રહી છે.

Screenshot_20230107-144822_Facebook.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *