Gujarat

આ માસમાં ડીઆરડીએ દ્વારા ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીની બેઠક યોજાશે

સંસદસભ્ય છોટાઉદેપુરના અધ્યક્ષસ્થાને ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીની બેઠક તા.૧૬ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧ વાગે સંકલન હોલ, જીલ્લા સેવા સદન, છોટાઉદેપુર ખાતે રાખવામાં આવેલ છે. આ કમિટીની બેઠકમાં સરકારના વિવિધ વિભાગ દ્વારા અમલીકરણ થતી યોજ્નાઓની સમીક્ષા થનારી હોય જીલ્લા કક્ષાની વિવિધ કચેરીઓને જણાવાવમાં આવે છે કે જાન્યુઆરી-૨૦૨૩ સુધીમાં થયેલી વિવિધ યોજનાઓની નાણાકીય અને ભૌતિક પ્રગતિની વિગતો દર્શાવતું પ્રેઝેન્ટેશન (ફક્ત એક કે બે સ્લાઈડ) શ્રુતિ ફોન્ટમાં જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીને સોફટકોપીમાં drdachhotaudepur@gmail.com ઇમેઈલ પર તથા હાર્ડ કોપીમાં રૂબરૂ બિનચૂક સત્વરે મોકલી આપવા માટે નિયામકશ્રી, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી છોટાઉદેપુરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. તમામ યોજનાઓની અને પ્રોજેકટની સમીક્ષા સંસદસભ્યશ્રીના અધ્યક્ષપદે ચર્ચવામાં આવશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *