જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ (વર્ષ ૨૦૨૩-‘૨૪)માં પ્રવેશ પસંદગી પરીક્ષા માટે હાલમાં ઓનલાઈન ફોર્મ ભરાઇ રહયા છે. જેની અંતિમ તારીખ ૩૧/૦૧/૨૦૨૩ નિયત કરવામાં આવી હતી. જે વધારીને તા.૦૮/૦૨/૨૦૨૩ સુધીની કરવામાં આવી છે. જેની ઓનલાઈન અરજી કરનાર તમામે નોંધ લેવાની રહેશે. ઉમેદવાર http://navodaya.gov.in અથવા http://cbseitms.rcil.gov.in/nvs વેબસાઈટની મુલાકાત લઈને નિ:શુલ્ક અરજી કરી શકે છે, તેમ નવોદય વિદ્યાલય સમિતિની એક યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
