Gujarat

ઉનામાં શહેરમાં છેલ્લા ત્રણ દીવસમાં બાકી મિલ્કત વેરો ન ભરનાર આસામીઓના ૮૨ મિલ્કતો સિલ કરાઈ..

ઉના શહેરમાં મિલ્કત વેરો ભરપાઈ ન કરનાર આસામીઓની મિલ્કત સિલ કરવા ઉના નગર પાલીકા દ્રારા કામગીરી હાથ ધરવામાં
આવી હતી. જેમાં ચીફ ઓફિસર જયદેવભાઈ જે. ચૌહાણ, ટેક્ષ ઈન્સ્પેકટર ડાયાભાઈ ટી. રાઠોડ, મિલિન્દભાઈ સી. રાઠોડ તથા
તેમની ટીમ દ્રારા શહેરમાં બાકી રહેલી મોટી રકમ ભરપાઈ ન કરનારા આસામીઓની ૮૨ દુકાનોમાં સીલ કરવાની કાર્યવાહી હાથ
ધરવામાં આવી હતી. જ્યારે આ સીવાયના ૩૮ મિલ્કત ધારકોના માલિકોએ સ્થળ પર જ રકમ ચુકવણી કરી હતી. આ કામગીરી
શનિ, રવિ જાહેર રજાના દિવસોમાં પણ મિલ્કત વેરો વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. અને તા.૨૩ માર્ચ સુધીના
દિવસોમાં મિલ્કત ધારકોના બાકી વેરાઓ સમય સર ભરપાઈ કરવામાં નહી આવે તેવા આસામીઓ સામે નિયમોનુસર કાર્યવાહી કરી
મિલ્કત સીલ અથવા ટાંચમાં લેવા સુધીના પગલાં ભરવામાં આવશે. જેની તમામ નગરજનો એ નોંધ લેવા ઉના નગર પાલીકા ચીફ
ઓફિસર દ્રારા જણાવવામાં આવેલ છે.

-છેલ્લા-ત્રણ-દીવસમાં-બાકી-મિલ્કત-વેરો-ન-ભરનાર-આસામીઓના-૮૨-મિલ્કતો-સિલ-કરાઈ-4.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *