Gujarat

ઊનામાં વિશ્વ હિન્દુ પરીસદ દ્રારા ૧૫૦૦ યુવાનોને ત્રિશુલ દિક્ષા આપી..

ઊના ગીરગઢડા શહેર તાલુકા, દિવ, સહીતના યુવાનોએ શૌર્ય યાત્રામાં જોડાયા..
ઊનામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ઉના પ્રખંડ દ્વારા શાહ એચ ડી હાઇસ્કુલના વિશાળ ગ્રાઉન્ડમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા તેમજ
શૌર્ય પથ સંચલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જય શ્રી રામ ના નારા સાથે ૧૫૦૦ યુવાનોને ત્રિશુલ દીક્ષા
આપવામાં આવી હતી. તેમજ શહેરના મુખ્ય માર્ગ ડિજેના તાલે શોર્ય યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકો
જોડાયા હતા. આ કાર્યક્રમમાં બી એ પી એસ સંસ્થાના મુખ્ય મહંત અખંડ મંગલ સ્વામી, આનંદગઢ ગુરુકુળના મુખ્ય મહંત હરિવદન
સ્વામી, દિલ્હીથી વિહિપ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્રભાઇ ભાવાણી અને ઉના શહેરના આગેવાનો સહીત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
હતા, આ કાર્યક્રમનું સંચાલન વિહિપ જિલ્લા સહમંત્રી નિપુલભાઈ શાહે કરેલ જેમાં વિશ્વ હિન્દુ પરીસદ જીલ્લા અધ્યક્ષ રામજીભાઈ
પરમાર, જિલ્લા સંયોજક પાર્થ રૂપારેલ, પ્રખંડ અધ્યક્ષ યશવંત બાંભણીયા, પ્રખંડ સંયોજક ભાવેશ સાંખટ, જયેશ આહીર, રવી
બાંભણીયા, જયેશ આહીર, પાર્થ રૂપારેલિયા, તેમજ કમલ પડશાલા, હરકિશનભાઈ શાહ, રાજુભાઈ ડાભી, સંજયભાઈ બાંભણીયા,
મહેશભાઈ બાંભણીયા અને સાધુ સંતો, આગેવાનો યુવાનો ઉપસ્થિતી રહ્યાં હતા. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના અસંખ્ય
કાર્યકર્તાએ ભારે મહેનત ઉઠાવી બે મહિનાથી સતત ગામડે ગામડે ફરી યુવાનોને જોડાયા હતા. અને અંદાજીત ૧૫૦૦ યુવાનોને
ત્રિશુલ દીક્ષા આપવામાં આવી હતી.

-પરિષદ-બજરંગ-દળ-ઉના-પ્રખન્ડ-દ્વારા-ભવ્ય-ત્રિશુલ-દીક્ષા-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *