Gujarat

ઊના મામલતદાર ઓફીસનો કર્મચારી છું તેમ કહી રીક્ષા રોકાવી ચેક કરી ઘઉંના જથ્થાની ચોરી કરનારને પોલીસે ઝડપી પાડ્યો…

ઘઉં કટ્ટા નંગ. ૨૪ (૬૦ મણ) કિ.રૂ. ૨૭,૦૦૦ નો મુદામાલ કબ્જે કર્યો..
ઉનાના કેસરીયા ગામ પાસે એક શખ્સે મામલતદાર ઓફીસનો કર્મચારી હોવાનો રોફ જમાવી ઘઉં ભરેલી રીક્ષા રોકાવી ચેક કરી નજીક
હાઇવે બિજ નીચે રીક્ષામાંથી અન્ય વાહનમાં આ તમામ ઘઉંનો જથ્થો બળજબરી પૂર્વક ભરી ચોરી કરી નાશી છુટ્યો હોય જે
અંગેની પોલીસમાં ફરીયાદ આધારે પોલીસે આધુનીક ટેકનોલોજીનો ઉપયોગ કરી તપાસ હાથ ધરી શખ્સને મુદામાલ સાથે પકડી પાડી
ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે….

ગીરગઢડાના બોડિદર ગામે રહેતા વિવેકભાઇ મનુભાઇ દહીમાં પોતાની છકડો રિક્ષા નં. જી જે 11 ટીટી1770 વાળીમા ઘઉના કટ્ટા
નંગ-૨૪, ૧૬૦ મણ ભરી ઉના ખાલી કરવા જતાં હોય તે દરમ્યાન કેસરીયા ગામે ચોકડી આગળ પોહચતા બાઈક નં.જી જે 11 બી
એ 5949 નો ચાલક હસમુખગીરી ઉર્ફે હસુ દિનેશગીરી ગૌસ્વામી રહે. ગરાળ વાળાએ છકડો રિક્ષા રોકાવી પોતે મામલદાર ઓફિસના
કર્મચારી હોવાનું જણાવી આ રીક્ષામાં રેશનીગનો માલ ભરેલ છે મારે ચેક કરવી છે, એમ કહી છકડો રિક્ષાને ચેક કરી એલમપુર ગામના
પાટીયા પાસે પુલ નિચે લઇ જઇ છકડો રિક્ષા ચાલકને બે ઝાંપટ મારી ભુંડી ગાળો કાઢી હતી. તેમજ ધામ ધમકી આપી બળજબરી
પુર્વક ઘઉં કટ્ટા નંગ. ૨૪ (૬૦ મણ) કિ.રૂ. ૨૭,૦૦૦ નો મુદામાલ છોટાહાથી ટેમ્પોમાં ભરી લઇ ગયેલ હતો. અને પોતે મામલદાર
ઓફીસના કોઇ અધિકારી હોવાની ખોટી ઓળખ આપી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી છુટ્યો હતો. આ અંગેની
પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી ઘઉંની ચોરી કરનાર હસમુખગીરી દિનેશગીરી ગોસ્વામીને
ગરાળ ગામેથી પકડી પાડેલ હતો. અને પોલીસ આ શખ્સને આગળની વધુ પુછપરછ હાથ ધરતા આ ઘઉં બળજબરી પુર્વક ઘઉં ૬૦
મણ રૂ.૨૭,૦૦૦ ની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. અને પોલીસે ગણતરીની કલાકોમાં શખ્સને મુદામાલ સાથે કબ્જે કરી
ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *