Gujarat

કઠલાલ ખાતે લીમ્બચ માતાજીનો બીજો પાટોત્સવ ઉજવાયો.

મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ સંન્યાસ મહાદેવ ખાતે આવેલ લીમ્બચ માતાજીના મંદિરમાં ચૈત્ર સુદ આઠમ નિમિત્તે બીજો પટોત્સવ ધામધૂમથી ઉજવાયો. જ્યારે આ અવસરે પ્રમુખ સુનિલભાઈ શર્મા, મંત્રી જયંતીભાઈ શર્મા ૪૨ જ્ઞાતિના પ્રમુખ ગોરધનભાઈ શર્મા, ગુજરાત વાળંદ સેવા સંઘ ના અગ્રણી કમલેશભાઈ આર શર્મા, ખેડા જિલ્લા બક્ષીપંચ મોરચાના કોસા અધ્યક્ષ ગોવિંદભાઈ શર્મા,પીન્ટુભાઇ શર્મા ,કારોબારી સભ્યો તેમજ માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વહેલી સવારથી યજ્ઞ પૂજા આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

IMG-20230329-WA0112.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *