Gujarat

કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવાસિયાની અધ્યક્ષામાંતા લોકોભિમૂખ વહીવટની પ્રતિતી કરવાતા સ્વાગત કાર્યક્રમમાં મહેસૂલ, જાહેરહિત, વીજ જોડાણ, પર્યાવરણ સહિતના મુદ્દે રજૂ થયેલા ૨૩ પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ થયું છે.

જિલ્લા કક્ષાના આ સ્વાગત કાર્યક્રમમાં સંબંધિત વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં કલેક્ટરશ્રીએ અરજદારોના પ્રશ્નો સાંભળ્યાં હતા. તેના અનુસંધાને કલેક્ટરશ્રીએ જરૂરી દિશાનિર્દેશ આપ્યાં હતા. આમ, હકારાત્મક અભિગમ સાથે જનપ્રશ્નોનું નિવારણ થયું છે.

કલેક્ટર કચેરી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, ઈન્ચાર્જ અધિક નિવાસી કલેક્ટર શ્રી પી.જી. પટેલ, જિલ્લા પોલીસ વડા શ્રી કરણરાજ વાઘેલા, પ્રાંત અધિકારી ભૂમિ કેશવાલા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *