Gujarat

કુદરતી વાવાઝોડાને કારણે TAT ની પરિક્ષાર્થી વંચીત ઉમેદવારો માટે ફરીથી તક આપવા બાબતે છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા એ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મહામહિમ રાજ્યપાલ, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા ને પત્ર લખી માંગ કરી  

છોટાઉદેપુર જિલ્લામાં તા. ૦૪/૦૬/૨૦૨૩ રવિવારના રોજ સવારના ૯ કલાક થી બપોરના ૧૨ કલાક સુધી ભારે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. મુખ્ય રસ્તા મુખ્ય હાઇવે) ઉપરના વૃક્ષો તથા ડાળીઓ પડી ગયા હતા. છોટાઉદેપુર જિલ્લાના તમામ રસ્તાઓ પર વૃક્ષ પડી જવાને લઇને રસ્તાઓ બ્લોક થઈ ગયેલા હતા. જેના પરિણામે તા. ૦૪/૦૬/૨૦૨૩ ના રોજ TAT પરીક્ષાના ઉમેદવારો ૪૦૦ થી ૫૦૦ ઉમેદવારી પરીક્ષા સ્થળે પહોંચી શક્યા નથી અને ૭ વર્ષ બાદ TAT ની પરીક્ષા આપવાનો ઉમેદવારોને મોકો મળેલો હતો, પરંતુ કુદરતી આફ્તને લાઇને તેઓ પરીક્ષા આપી શક્યા નથી.
છોટાઉદેપુર જિલ્લો મધ્યપ્રદેશની બોર્ડર ઉપર આવેલો સરહદી જિલ્લો છે. ઉમેદવારોએ સાંસદ ગીતાબેન રાઠવાને રૂબરૂ મળી તેમની આપવીતી જણાવેલ હતી. પરીક્ષા થી વંચિત ઉમેદવારોનું ભાવી અંધકારમય બને તેમ છે. માટે તેમના પરિવારો માનસીક તાણ અનુભવી રહયા છે. આ કુદસ્તી વાવાઝોડાથી સાંસદ ગીતાબેન રાઠવાના મત વિસ્તારના પંચમહાલ, નર્મદા, વડોદરા તેમજ દાહોદ સહિતના અનેક જિલ્લાઓ અસરગ્રસ્ત બનેલા છે અને ત્યા પણ કેટલાક ઉમેદવારો TAT પરીક્ષાથી વંચીત રહયા છે. તો આ બાબતે ગંભીર નોંધ લઇ પરીક્ષાથી વંચીત રહેલા છોટાઉદેપુર જિલ્લા સહીત બાકી રહેલા અન્ય પણ પરીક્ષાર્થીઓને પુનઃ તક આપવા સાંસદ ગીતાબને રાઠવાએ પત્ર લખી  વિનંતી કરી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

FB_IMG_1686032989023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *