Gujarat

કેબિનેટમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ આવતીકાલે જામનગર જિલ્લાની મુલાકાતે

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના
મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ આવતીકાલે તા. 28 એપ્રિલના રોજ જામનગર જિલ્લાના પ્રવાસે છે. આવતીકાલે મંત્રીશ્રી સવારે
09:30 કલાકે 'વર્લ્ડ વેટરનરી ડે' ની ઉજવણીના ભાગરૂપે ઘનિષ્ઠ પશુસુધારણા યોજના, શરુ સેક્શન રોડ ખાતે ઘનકચરાના
નિકાલ માટે 25 ટ્રેકટર ટ્રોલીના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ જિલ્લા પંચાયતના સભાગૃહ ખાતે
અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ સાથે બેઠકમાં ઉપસ્થિત રહેશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *