Gujarat

ખેડૂતોને ખેતી વ્યવસાયિક ધોરણે અપનાવવા માટે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાનો અનુરોધ      

કૃષિ ક્ષેત્રની નવીન ટેકનોલોજી અને મશીનરીથી જૂનાગઢ જિલ્લાના ખેડૂતો હતા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં યુનિવર્સિટીના પરિસરમાં આયોજિત આ ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળો-૨૦૨૩નો મોટી સંખ્યામાં ખેડૂતોએ લાભ લીધો હતો.

    આ પ્રસંગે જૂનાગઢ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. પી.વી. ચોવટીયાએ જણાવ્યું કેકૃષિ વિકાસના પરિણામે આજે આપણે કૃષિ ઉત્પાદન- અનાજોની નિકાસ કરવાની સ્થિતિમાં પહોંચ્યા છીએ.બીજી તરફ ખેતી ક્ષેત્રની સમસ્યાઓને લઈ નવા પ્રશ્નો પણ ઊભા થયા છે. ખેતી ખર્ચ વધવાથી ખર્ચ ઘટાડવા માટે નવા વિકલ્પ અપનાવ્યા વગર છૂટકો નથી. હાલમાં ખેતીમાં મર્યાદિત ટેકનોલોજીનો મર્યાદિત ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે ખેડૂતો નવી ટેકનોલોજી-મશીનરી અપનાવી ખેતી ખર્ચ ઘટાડી શકે છે. આ સાથે તેમણે જણાવ્યું કેકૃષિ ક્ષેત્રની નવીન ટેકનોલોજી-મશીનરીના દ્રષ્ટાંત આપી ખેડુતોને નવી ટેકનોલોજી અપનાવવા માટે પ્રેરિત કર્યાં હતાં.

             સરદાર પટેલ સભા ગૃહમાં ખેડૂતોને સંબોધન કરતા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાએ ખેતીને વ્યવસાયક ધોરણે અપનાવવાનો ખેડૂતોને અનુરોધ કરતા કહ્યું કેઆજના સમયમાં ખેડૂતોને કૃષિ ક્ષેત્રના નવા સંશોધનો-ટેકનોલોજી અપનાવવી પડશે. જેથી ખેતી ખર્ચમાં ઘટાડો થવાની સાથે કૃષિ વિકાસને નવો વેગ મળી શકે. આ સાથે તેમણે કહ્યું કેપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ટેકાના ભાવોમાં વધારો કરવાની સાથે કૃષિ ક્ષેત્રની નવી ટેકનોલોજીનો લાભ ખેડૂતોને લાભ મળે તે માટે અનેક પગલાં ભર્યા છે.

     અનુભવની સાથે કૃષિ ક્ષેત્રના નવા સંશોધનો-વિચારો સાથે રાખીને ખેતી કરવામાં આવશેતો વધુ સારા પરિણામો મેળવી શકાશે. આ સાથે શ્રી કોરડીયાએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિકાસ માટેના પ્રયાસો-સંશોધનોને પણ બિરદાવ્યા હતાં.

       ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કુલપતિશ્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખેડૂતોને સંબોધન બાદ કૃષિ ટેકનોલોજી અને મશીનરી નિદર્શન-૨૦૨૩ને રીબીન કાપી ખુલ્લું મૂક્યું હતું.

    આ પ્રસંગે વિસ્તરણ સંશોધન નિયામક ડો. એચ. એન. ગાજીપરા ગામાના પ્રમુખ શ્રી ચિંતન પટેલ અને શ્રી એચ.એન. કાસુન્દ્રાએ પ્રસંગિક સંબોધન કર્યું હતું.આ પ્રસંગે કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના આચાર્ય ડો. એન. કે. ગોંટીયાએ શાબ્દિક સ્વાગત અને પ્રાધ્યાપક શ્રી પી.એમ. ચૌહાણએ આભાર વિધિ કરી હતી.

    આ પ્રસંગે આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ડી.જી. રાઠોડડો. વી. કે. તિવારીડૉ. પી.પી. ગજ્જર અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

krushi-uni-9.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *