Gujarat

છોટાઉદેપુર જિલ્લાની આશાવર્કર અને ફેસીલેટર બેહનો દ્વારા તેઓની વિવિધ માંગોને લઈને જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદન આપ્યું

મહિલા શક્તિ સેનાના પ્રમુખ ચંદ્રિકાબેન સોલંકી ની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર જિલ્લાની આશા વર્કર અને ફેસીલેટર બહેનો દ્વારા તેઓની વિવિધ માંગોને લઈને જિલ્લા પંચાયત ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારે જાહેર કરેલ પગાર વધારા મુજબ જિલ્લાની આશા વર્કર તેમજ ફેસિલેટર બહેનોને પગાર વધારો ચૂકવવામાં આવે એવી માંગ સાથે મહિલા શક્તિ સેનાના પ્રમુખ ચંદ્રિકાબેન સોલંકીની ઉપસ્થિતિમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, ત્યારે આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે  આશા વર્કર અને ફેસીલેટર બહેનોના  જે પ્રશ્ન છે એ પ્રશ્ન  અમારા ધ્યાન પર છે જે વહેલી તકે તેઓના પ્રશ્નોનો નિકાલ થશે એમ જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

20230522_144852.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *