Gujarat

 છોટાઉદેપુર જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળ સ્વરાજ પોર્ટલ ઉપર નોંધાયેલ શેરીના બાળકો અને તેમના પરિવારો સરકારની યોજનાઓથી લાભાંવિત બને તે માટે નગરના દરબારહોલ ખાતે એક કેમ્પનું આયોજન કરાયુ હતું.

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટ્સ દ્વારા નામદાર સુપ્રિમકોર્ટના આદેશ અનુસાર વર્ષ 2022 મા બાળ સ્વરાજ પોર્ટલમાં દેશભરના શેરી જીવન જીવતા બાળકોની નોંધણી કરાઈ હતી,જેમાં છોટાઉદેપુર જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જિલ્લામાં સર્વે કરી આવા 35 બાળકોની નોંધણી કરવામાં આવી હતી,નોંધણી થયેલ તમામ બાળકો અને તેમના પરિવારો ને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનોથી લાભાંવિત કરવાના ઉદ્દેશ્યથી છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા બાળ સુરક્ષા એકમ ના સંયુક્ત ઉપક્રમે નગરના દરબાર હોલ ખાતે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,કેમ્પમાં બેન્ક, આરોગ્ય , સમાજ સુરક્ષા સહિત તમામ વિભાગોમાંથી અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી બાળકો અને તેમના પરિવારોને જરૂરિયાત મુજબની યોજનાઓથી લાભાંવિત કર્યા હતા.
બાઈટ: રવિદાસ રાઠવા, બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા એકમ,છોટાઉદેપુર
રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

IMG_20230411_161523.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *